ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વડાપ્રધાન મોદીએ કોરોનાને લઈને કરી સમીક્ષા બેઠક, આપ્યા આ આદેશ - વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોવિડ 19 ની સ્થિતિ પર જનસ્વાસ્થ્યની તૈયારીઓ પર સમીક્ષા કરી હતી. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કોવિડ -19 દર્દીઓ માટે હોસ્પિટલમાં બેડની ઉપલબ્ધતા માટે તમામ જરૂરી પગલાં લેવા જોઈએ.

modi
modi

By

Published : Apr 18, 2021, 7:25 AM IST

  • વડાપ્રધાન મોદીએ કોરોનાને લઈને કરી સમીક્ષા બેઠક
  • હોસ્પિટલમાં બેડની ઉપલબ્ધતા માટે તમામ જરૂરી પગલાં અંગેની કરી ચર્ચા
  • કોરોના મહામારીને ફરી હરાવવા કરી ચર્ચા

નવી દિલ્હી: વડાપ્રધાન મોદીએ શનિવારના રોજ કહ્યું કે, ગયા વર્ષે ભારતે એક થઈને કોવિડ -19 મહામારીને હરાવી હતી અને આ વખતે પણ તેઓ તેને હરાવી શકે છે, પરંતુ આ માટે સમાન સિદ્ધાંતો ઝડપથી અને પરસ્પર ટેકો સાથે અપનાવવા પડશે.

વડાપ્રધાન મોદીની કોવિડ -19ની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક

વડાપ્રધાને કોવિડ -19ની વર્તમાન સ્થિતિ અંગેની સમીક્ષા બેઠક દરમિયાન આ વાત કરી હતી. આ બેઠકમાં કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયોના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

બેઠકમાં દવાઓ, ઓક્સિજન, વેન્ટિલેટર અને રસીકરણ પર થઈ ચર્ચા

વડાપ્રધાન કાર્યાલય (PMO)એ જાહેર કરેલા નિવેદનમાં કહ્યું કે, આ બેઠકમાં દવાઓ, ઓક્સિજન, વેન્ટિલેટર અને રસીકરણના વિભિન્ન પાસાઓ પર ચર્ચા થઈ.

આ પણ વાંચો:વડાપ્રધાન મોદીએ દેશમાં ઓક્સિજનની ઉપલબ્ધતાને લઈને કરી સમીક્ષા, આપ્યા સૂચનો

ઝડપી તપાસ કરવાનો કર્યો આગ્રહ

બેઠકમાં વડાપ્રધાને તપાસ, સંપર્ક તપાસ અને ત્યારબાદ સારવાર તરફ આગળ વધવાનો આગ્રહ કર્યો હતો અને કહ્યું કે તેમની પાસે કોઈ વિકલ્પ નથી. વડાપ્રધાન મોદીના નિવેદન મુજબ, ઝડપી તપાસ અને ત્યારબાદ સંપર્કની તપાસ કરવો આને કારણે થતાં મૃત્યુને ઘટાડી શકાય છે.

દવા ઉત્પાદક ઉદ્યોગની સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરવાની જરૂર

સમગ્ર બાબતે વડાપ્રધાને દવાઓની વધતી માગને ધ્યાનમાં રાખીને દેશના દવા ઉત્પાદક ઉદ્યોગની સંપૂર્ણ સંભવિતતાનો ઉપયોગ કરવાની સાથે સાથે રેમેડેસીવીર અને અન્ય દવાઓના સપ્લાયની સ્થિતિની સમીક્ષા કરી હતી.

નિરીક્ષણ માટેની યોગ્ય વ્યવસ્થાઓ પર ભાર મૂક્યો

વડાપ્રધાને વેન્ટિલેટરની ઉપલબ્ધતા અને પુરવઠાની વર્તમાન પરિસ્થિતિની પણ સમીક્ષા કરી હતી અને તેના નિરીક્ષણ માટેની યોગ્ય વ્યવસ્થાઓ પર ભાર મૂક્યો હતો.

બેઠકમાં કેબિનેટ સચિવ સહિત અનેક લોકો ઉપસ્થિત

આ બેઠકમાં કેબિનેટ સચિવ, વડાપ્રધાનના મુખ્ય સચિવ, કેન્દ્રીય ગૃહસચિવ, કેન્દ્રીય આરોગ્ય સચિવ, નીતિ આયોગના સભ્ય સભ્ય વી.કે.પોલ પણ ઉપસ્થિત હતા.

આ પણ વાંચો:વડાપ્રધાને મુખ્યપ્રધાન સાથે કોરોના અને રસીકરણની રણનીતિ અંગે વિસ્તૃત સમીક્ષા કરી

કોરોનાની બીજી લહેરમાં દેશભરમાં ઓક્સિજનની અછત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં પૂરતો મેડિકલ ઓક્સિજન સુનિશ્ચિત કરવા માટે સમીક્ષા કરી હતી. વડાપ્રધાને કોરોના સંક્રમણથી સૌથી વધારે પ્રભાવિત 12 રાજ્યોમાં આગામી 15 દિવસ માટે ઓક્સિજનનો ઉપયોગ અને અછત સંબંધિત સ્થિતિની વિસ્તૃત સમીક્ષા કરી હતી.

બેઠકમાં મોટાભાગના વિભાગો રહ્યા હાજર

વડાપ્રધાન કાર્યાલય દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, દેશમાં મેડિકલ ગ્રેડ ઓક્સિજનનો પૂરતો પુરવઠો સુનિશ્ચિત કરવા માટે મોદીએ વિગતવાર સમીક્ષા પણ કરી. નિવેદનમાં વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, આ સમીક્ષા બેઠકમાં આરોગ્ય, ઔદ્યોગિક નીતિ અને સંવર્ધન વિભાગ, સ્ટીલ, માર્ગ પરિવહન અને અન્ય મંત્રાલયોને લગતી માહિતી વડાપ્રધાન સાથે શેર કરવામાં આવી હતી. આ પ્રસંગે વડાપ્રધાને તમામ મંત્રાલયો વચ્ચે પરસ્પર સંકલન અને રાજ્ય સરકારો સાથે સહકાર સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.

ક્યા 12 રાજ્યોનો સમાવેશ થાય છે?

12 રાજ્યોમાં મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ગુજરાત, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનનો સમાવેશ થાય છે. સમીક્ષા બેઠકમાં અધિકારીઓએ દેશમાં મેડિકલ ગ્રેડના ઓક્સિજનની આયાત માટે કરાઈ રહેલા પ્રયાસો અંગે વડાપ્રધાનને અવગત કર્યા હતા.

ABOUT THE AUTHOR

...view details