ગુજરાત

gujarat

ETV Bharat / bharat

PM Modi Himachal visit : વડાપ્રધાન મોદી હિમાચલ પ્રદેશની મુલાકાતે, 11,281 કરોડના પ્રોજેક્ટનું કર્યું ઉદ્ઘાટન - વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હિમાચલ પ્રદેશની મુલાકાતે છે. PM મંડીમાં (pm rally in mandi) જનસભાને (PM Modi Himachal visit) સંબોધશે. રાજ્ય સરકારના 4 વર્ષ પૂરા કરવા માટે (Himachal Government Four Years) મંડી જિલ્લાના પદ્દલ મેદાન ખાતે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પહેલા પીએમ મોદીએ કરોડો રૂપિયાના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો.

PM Modi Himachal visit : વડાપ્રધાન મોદી હિમાચલ પ્રદેશની મુલાકાતે,  11,281 કરોડના પ્રોજેક્ટનું કર્યું ઉદ્ઘાટન
PM Modi Himachal visit : વડાપ્રધાન મોદી હિમાચલ પ્રદેશની મુલાકાતે, 11,281 કરોડના પ્રોજેક્ટનું કર્યું ઉદ્ઘાટન

By

Published : Dec 27, 2021, 1:09 PM IST

Updated : Dec 27, 2021, 3:29 PM IST

મંડી/શિમલાઃવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંડીના પદ્દલ ગ્રાઉન્ડ (pm rally in mandi) ખાતે જાહેર સભા (PM Modi Himachal visit)ને સંબોધિત કરી. વડાપ્રધાને રૂ. 11,281 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. જનસભાને સંબોધતા તેમણે કહ્યું કે, હિમાચલને કુદરત તરફથી જે વરદાન મળ્યું છે તેને સાચવવું જરૂરી છે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સભા સ્થળે પહોંચ્યા બાદ CM જયરામ ઠાકુર, રાજ્યપાલ વિશ્વનાથ આર્લેકર અને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે તેમનું સ્વાગત કર્યું હતું. પીએમને સ્મૃતિચિહ્ન તરીકે ત્રિશુલ પણ આપવામાં આવ્યું હતું. આ પહેલા વડાપ્રધાન મોદીએ 287 ઈન્વેસ્ટમેન્ટ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન પણ કર્યું હતું, તેમની કિંમત 28,197 કરોડ રૂપિયા હશે.

વડાપ્રધાને ઇન્ફોર્મેશન ટેક્નોલોજીના પ્રદર્શનની મુલાકાત લીધી

યોજનાના ડાયરેક્ટર રાકેશ કંવરે વડાપ્રધાન મોદીને હિમાચલ પ્રદેશમાં કુદરતી ખેતીના ઉત્પાદનો વિશે વિગતવાર માહિતી આપી હતી. પ્રદર્શનની મુલાકાત લીધા બાદ વડાપ્રધાને અધિકારીઓને કેટલીક સૂચનાઓ પણ આપી હતી. આ પછી વડાપ્રધાને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી વિભાગ દ્વારા મુકવામાં આવેલા પ્રદર્શનની પણ મુલાકાત લીધી હતી. વડાપ્રધાન મોદીએ હાઇડ્રોપાવર પરની યોજનાઓ સંબંધિત પ્રદર્શનની પણ વિસ્તૃત માહિતી લીધી હતી. આ ઉપરાંત તેમણે હિમાચલ પ્રદેશમાં ચાલી રહેલા હાઈડ્રો પાવર પ્રોજેક્ટ (hydro power project launch) વિશે પણ માહિતી આપી હતી.

વડાપ્રધાન મોદીની જાહેર સભામાં ભાગ લેવા હજારો લોકો આવ્યા

હિમાચલ પ્રદેશની જય રામ ઠાકુર સરકારે આઝાદીના અમૃત મહોત્સવ (Azadi Ka Amrut Mahotsav), હિમાચલ પ્રદેશને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાના સુવર્ણ જયંતિ વર્ષ અને રાજ્ય સરકારના 4 વર્ષ પૂરા થવાના અવસર (Himachal Government Four Years) પર કાર્યક્રમોનું આયોજન કર્યું છે. કડકડતી ઠંડી છતાં સ્થાનિક લોકોમાં વડાપ્રધાનના આગમનને લઈને ઉત્સાહ જોવા મળ્યો હતો. મંડીના પદ્દલ મેદાનમાં વડાપ્રધાન મોદીની જાહેર સભામાં ભાગ લેવા હજારો લોકો આવ્યા છે.

વિકાસના પ્રોજેક્ટ્સ પર એક નજર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (pm modi in mandi) રાજધાની શિમલામાં પબ્બર નદી પર 2081.60 કરોડ રૂપિયાના ખર્ચે 111 મેગાવોટ સવદા-કુડ્ડુ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ ( PM Modi hydro power project launch)પણ રાજ્યના લોકોને સમર્પિત કર્યો, આ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ દર વર્ષે 386 મિલિયન યુનિટ વીજળીનું ઉત્પાદન કરશે, જેનાથી રાજ્યને વાર્ષિક રૂ. 120 કરોડની આવક થશે.

રેણુકાજી ડેમ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો

વડાપ્રધાને સિરમૌર જિલ્લામાં ગિરી નદી પર આશરે રૂ. 6700 કરોડના ખર્ચે બાંધવામાં આવનાર રેણુકાજી ડેમ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કર્યો હતો. આ પ્રોજેક્ટના નિર્માણ સાથે, 40 મેગાવોટ ક્ષમતાનો વાર્ષિક પાવર પ્લાન્ટ 200 મિલિયન યુનિટનું ઉત્પાદન કરશે, જેનો ઉપયોગ રાજ્ય દ્વારા કરવામાં આવશે. આ ડેમની સંગ્રહ ક્ષમતા 498 મિલિયન ક્યુબિક મીટર હશે, આ સાથે દિલ્હીમાં પીવાના પાણીની 40 ટકા જરૂરિયાત પણ પૂરી થશે.

ધૌલસિધ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો

વડાપ્રધાન મોદીએ હમીરપુર અને કાંગડા જિલ્લામાં બિયાસ નદી પર બનાવવામાં આવનાર 66 મેગાવોટ ક્ષમતાના ધૌલસિધ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કર્યો, આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ 688 કરોડ રૂપિયા છે. વડાપ્રધાને શિમલા અને કુલ્લુ જિલ્લામાં 210 મેગાવોટ લુહરી હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ સ્ટેજ-1નો શિલાન્યાસ પણ કર્યો હતો. આ પ્રોજેક્ટ ભારત સરકાર અને હિમાચલ પ્રદેશ સરકારનું સંયુક્ત સાહસ છે. સરકારનું કહેવું છે કે, આ પ્રોજેક્ટ દ્વારા ગ્રીડ સ્ટેબિલિટીની સાથે વીજળી સપ્લાયમાં પણ સુધારો થશે.

આ પણ વાંચો:

PM Modiએ હિમાચલ પ્રદેશના આરોગ્યકર્મીઓને કર્યો આગ્રહ, કહ્યું- કોરોનાની વેક્સિનનો બગાડ ન કરવો

PM Modi આજે હિમાચલના આરોગ્યકર્મીઓને કોરોનાની રસીના લાભાર્થીઓ સાથે સંવાદ કરશે

Last Updated : Dec 27, 2021, 3:29 PM IST

ABOUT THE AUTHOR

...view details