ગુજરાત

gujarat

ETV Bharat / bharat

PM મોદીએ ઝેલેન્સકી સાથે વાત કરી, કહ્યું યુક્રેન સંકટનો મિલિટરી સોલ્યુશન ન હોઈ શકે - PM મોદીએ યુદ્ધને સમાપ્ત કરવાની હાકલ કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી (Ukrainian President Zelenskyy) સાથે ટેલિફોનિક (PM Modi held a telephonic conversation) વાતચીત કરી હતી. મોદીએ સંવાદ અને કૂટનીતિના માર્ગે ચાલવાની જરૂરિયાતનો પુનરોચ્ચાર કર્યો હતો.

PM મોદીએ ઝેલેન્સકી સાથે વાત કરી, કહ્યું યુક્રેન સંકટનો મિલિટરી સોલ્યુશન ન હોઈ શકે
PM મોદીએ ઝેલેન્સકી સાથે વાત કરી, કહ્યું યુક્રેન સંકટનો મિલિટરી સોલ્યુશન ન હોઈ શકે

By

Published : Oct 5, 2022, 6:38 AM IST

નવી દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી (Ukrainian President Zelenskyy) સાથે ટેલિફોનિક (PM Modi held a telephonic conversation) વાતચીત કરી અને ભારપૂર્વક જણાવ્યું હતું કે, યુક્રેન સંકટનો કોઈ 'લશ્કરી ઉકેલ' હોઈ શકે નહીં. તેમણે એ પણ રેખાંકિત કર્યું કે, પરમાણુ સ્થાપનોને જોખમમાં મુકવાથી દૂરગામી અને વિનાશક અસરો થઈ શકે છે.

PM મોદીએ યુદ્ધને સમાપ્ત કરવાની હાકલ કરી :વડાપ્રધાન કાર્યાલય (PMO) દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, મોદી અને ઝેલેન્સકીએ યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ અંગે ચર્ચા કરી અને આ દરમિયાન ફરી કહ્યું કે, તેને માત્ર વાતચીત અને કૂટનીતિ દ્વારા જ ઉકેલી શકાય છે. મોદીએ યુદ્ધને વહેલામાં વહેલી તકે સમાપ્ત કરવાની હાકલ પણ કરી હતી.

ભારત કોઈપણ શાંતિ પ્રયાસમાં સહયોગ આપવા તૈયાર છે :પીએમઓએ કહ્યું કે, વડાપ્રધાન મોદીએ તેમનો દૃઢ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, યુક્રેન સંકટનો કોઈ સૈન્ય ઉકેલ હોઈ શકે નહીં. તેમણે એવો સંદેશ પણ આપ્યો કે, ભારત કોઈપણ શાંતિ પ્રયાસમાં સહયોગ આપવા તૈયાર છે. આ દરમિયાન મોદીએ ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર, આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને તમામ દેશોની પ્રાદેશિક એકતા અને સાર્વભૌમત્વનું સન્માન કરવાના મહત્વનો પુનરોચ્ચાર કર્યો હતો.

ગ્લાસગોમાં બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઈ હતી :વાતચીત દરમિયાન મોદીએ યુક્રેન સહિતના પરમાણુ સ્થાપનોની સુરક્ષા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, પરમાણુ સ્થાપનોને જોખમમાં મુકવાથી જાહેર આરોગ્ય, પર્યાવરણ પર દૂરગામી અને વિનાશક અસરો થઈ શકે છે. બંને નેતાઓએ દ્વિપક્ષીય સહયોગ સંબંધિત મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી. ગયા વર્ષે નવેમ્બરમાં ગ્લાસગોમાં બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઈ હતી.

ABOUT THE AUTHOR

...view details