ગોવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે સવારે પણજીમાં 'હર ઘર જલ ઉત્સવ' કાર્યક્રમને ડિજિટલ માધ્યમથી (PM Modi To Address Har Ghar Jal Utsav In Goa) સંબોધિત કરશે. મુખ્યપ્રધાન કાર્યાલય (CMO) એ જણાવ્યું કે કેન્દ્રીય જળ પ્રધાન ગજેન્દ્ર સિંહ શેખાવત અને ગોવાના મુખ્યપ્રધાન પ્રમોદ સાવંત પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે. સવારે 10.30 કલાકે ઈન્સ્ટીટ્યુટ મેનેઝીસ બ્રાગેન્ઝા ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. વડાપ્રધાન મોદીએ તેમના નિર્ધારિત સંબોધન પહેલા જળ સંરક્ષણ અને પર્યાવરણ રસિકોને કાર્યક્રમમાં જોડાવા અપીલ કરી હતી. વડાપ્રધાને ટ્વીટ કર્યું કે, ગોવા માટે અને હર ઘર જલ સુનિશ્ચિત કરવાના અમારા પ્રયાસો માટે આ એક ખાસ દિવસ છે.
આ પણ વાંચોજન્માષ્ટમી પૂજાનો સમય અને શ્રી કૃષ્ણના પ્રિય ભોગ વિશે જાણો