- ભગવાન કૃષ્ણનો જન્મદિવસ જન્માષ્ટમી (Janmashtami 2021)તરીકે ઉજવવામાં આવે છે.
- આ તહેવાર દર વર્ષે હિંદુ કેલેન્ડરના શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની આઠમ પર આવે છે.
- આ વર્ષે આ તહેવાર 30 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે
નવી દિલ્હી : દેશભરમાં આજે જન્માષ્ટમીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરવા માટે ભક્તો સવારથી જ મંદિરે પહોંચી રહ્યા છે. મથુરામાં, શ્રી કૃષ્ણ જન્મસ્થાન મંદિરમાં સવારની આરતી કરવામાં આવી હતી.ભગવાન કૃષ્ણનો જન્મ જન્માષ્ટમીના દિવસે થયો હતો. ભગવાન કૃષ્ણ ભગવાન વિષ્ણુના 8 માં અવતાર માનવામાં આવે છે.ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિ દ્વારકા નગરીમાં આજે કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી થશે. જન્માષ્ટમી પર્વે દ્વારકાધીશને સવારે ખુલ્લા પડદે એક કલાક મહાઅભિષેક થશે. આજે દ્વારકા નગરીમાં આજે ભાવિકો શ્રીજીના દર્શન માટે ઉમટી પડયા છે. રાત્રે 12 કલાકે કૃષ્ણજન્મોત્સવ ઉજવવા ભાવિકોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે.
ભગવાન કૃષ્ણ ભગવાન વિષ્ણુના આઠમા અવતાર તરીકે પૂજાય
ભગવાન કૃષ્ણ ભગવાન વિષ્ણુના આઠમા અવતાર તરીકે પૂજાય છે. તે સર્વોચ્ચ દેવ અને સૌથી લોકપ્રિય હિન્દુ દેવત્વ છે. અત્યંત ઉત્સાહ અને જોશ સાથે, ભગવાન કૃષ્ણનો જન્મદિવસ જન્માષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે. આ તહેવાર દર વર્ષે હિંદુ કેલેન્ડરના શ્રાવણ માસની ક્રુષ્ણ પક્ષની અષ્ટમી પર આવે છે.આ વર્ષે આ તહેવાર 30 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે, લોકો ઉપવાસ કરે છે, પૂજા કરે છે, ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરે છે, દહી હાંડી રમે છે અને ભારતના અલગ અલગ ભાગમાં આગવી રીતે ઉજવાય છે.
આ પણ વાંચો: શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની થશે આજે ઉજવણી, જાણો કાનાને સજાવવાની અનોખી રીત
જન્માષ્ટમી 2021નો મહત્વ