ગુજરાત

gujarat

ETV Bharat / bharat

NATIONAL SCIENCE DAY : પીએમ મોદીએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની પાઠવી શુભેચ્છા - National Council for Science and Technical Communication

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસનો(NATIONAL SCIENCE DAY) ઉદ્દેશ્ય વિજ્ઞાનનું મહત્વ બતાવવા અને તેના ઉપયોગ અંગે લોકોમાં જાગૃતિ લાવવાનો છે. વર્ષ 1986માં નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેકનિકલ કોમ્યુનિકેશને(National Council for Science and Technical Communication) ભારત સરકારને 28 ફેબ્રુઆરીને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે જાહેર કરવા વિનંતી કરી હતી.

NATIONAL SCIENCE DAY
NATIONAL SCIENCE DAY

By

Published : Feb 28, 2022, 3:31 PM IST

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સોમવારે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ પર વૈજ્ઞાનિકો અને વિજ્ઞાન ઉત્સાહીઓને શુભેચ્છા પાઠવી(PM Modi greets on National Science Day) હતી અને માનવ પ્રગતિ માટે વિજ્ઞાનની શક્તિનો ઉપયોગ કરવાની તેમની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરવા હાકલ કરી હતી. આ દિવસ 'રમન પ્રભાવ'ની શોધની યાદમાં ઉજવવામાં આવે છે, જેના માટે ભારતીય ભૌતિકશાસ્ત્રી સીવી રમન(Indian physicist CV Raman)ને નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : Invisible Black Hole:અન્ય એક 'અદ્રશ્ય' બ્લેક હોલની શોધ, ખગોળશાસ્ત્રીઓ અભ્યાસ કરવા આતુર

મોદીએ ટ્વિટ કરી શુભકામનાઓ પાઠવી

મોદીએ ટ્વિટ કરીને લખ્યું કે તમામ વૈજ્ઞાનિકો અને વિજ્ઞાનમાં રસ ધરાવતા તમામ લોકોને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની શુભકામનાઓ. ચાલો આપણે આપણી સામૂહિક વૈજ્ઞાનિક જવાબદારી પૂરી કરવા અને માનવ પ્રગતિ માટે વિજ્ઞાનની શક્તિનો ઉપયોગ કરવાની અમારી પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરીએ. વડાપ્રધાને રવિવારે 'મન કી બાત' કાર્યક્રમની 'ક્લિપ' પણ શેર કરી હતી, જેમાં તેઓ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ વિશે વાત કરતા સાંભળી શકાય છે. તેમણે તમામ પરિવારોને તેમના બાળકોમાં વૈજ્ઞાનિક સ્વભાવ કેળવવાના પ્રયાસો કરવા અપીલ કરી હતી.

આ પણ વાંચો :Tech Taka Tak : શું તમે પણ અનજાણ છો, સ્માર્ટફોનના નવા ફિચર્સથી?

સીવી રમન યાદમાં ઉજવવામાં આવે છે દિવસ

ભારતના સૌથી પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિકો અને નોબેલ પુરસ્કાર વિજેતા સર ચંદ્રશેખર વેંકટ રમન સીવી રામન તરીકે વધુ જાણીતા છે. સીવી રમનનો જન્મ 7 નવેમ્બર, 1888ના રોજ થયો હતો અને 1970માં તેમનું અવસાન થયું હતું. તેમના પિતા ચંદ્રશેખર અય્યર ગણિત અને ભૌતિકશાસ્ત્રના લેક્ચરર હતા. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસનો ઉદ્દેશ્ય વિજ્ઞાનનું મહત્વ બતાવવા અને તેના ઉપયોગ અંગે લોકોમાં જાગૃતિ લાવવાનો છે.

ABOUT THE AUTHOR

...view details