જયપુર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના યુએસ પ્રવાસ પર રાષ્ટ્રપતિ જો બાઈડેનને ભારતીય સંસ્કૃતિ સાથે સંબંધિત કલાકૃતિઓની ભેટમાં આપી છે. અમેરિકી રાષ્ટ્રપતિ અને તેમની પત્ની જીલ બાઈડેનને આપવામાં આવેલી ભેટમાં ભારતના વિવિધ રાજ્યોની ઝલક દેખાઈ રહી છે. ખાસ કરીને બધાની નજર જો બાઈડેનને આપવામાં આવેલા ચંદનના બોક્સ પર છે.
ચંદનના બોક્સ પર રાજસ્થાની કલાકૃતિઓ ચંદનના બોક્સ પર કોતરણી:જયપુરના મુખ્ય કારીગરે પોતાના હાથથી બનાવેલા હસ્તકલા દ્વારા આ ચંદનના બોક્સ પર તેમની કલાકૃતિઓ કોતરેલી છે. કર્ણાટકના મૈસૂરના જંગલોમાંથી ચંદન પરની જટિલ કોતરણીએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. બોક્સ પર વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિની પેટર્ન ખૂબ જ બારીકાઈથી કોતરવામાં આવી છે. આ બૉક્સમાં ભગવાન ગણેશની મૂર્તિ પણ છે. જે કોલકાતાના ચાંદીના કારીગરોની પાંચમી પેઢી દ્વારા બનાવવામાં આવી હતી. આ કારીગરોએ મૂર્તિની સાથે એક દીવો પણ તૈયાર કર્યો છે, જે વડાપ્રધાન મોદીની આ ભેટને વધુ ખાસ બનાવે છે.
બૉક્સમાં ભગવાન ગણેશની મૂર્તિ જયપુરમાં બનેલા સોના અને ચાંદીના સિક્કા:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય સંસ્કૃતિના પ્રતીક તરીકે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનને ભેટ આપી છે. રાજસ્થાનમાં શુદ્ધ 24 કેરેટ સોનાનો અને હાથથી બનેલો સિક્કો પણ છે. આ હોલમાર્કવાળા સોનાના સિક્કાને હિરણ્યદાન (સોનાનું દાન) તરીકે રજૂ કરવામાં આવ્યો છે. જો બાઈડેનને ભેટમાં આપેલા બોક્સમાં 99.5% શુદ્ધ અને હોલમાર્કેડ ચાંદીનો સિક્કો પણ છે. જેને રાજસ્થાનના કારીગરો દ્વારા સુંદર રીતે તૈયાર કરવામાં આવ્યું છે. તે રૌપ્યદાન (ચાંદીનું દાન) સ્વરૂપે રજૂ કરવામાં આવ્યું છે.
જયપુરમાં બનેલા સોનાના સિક્કા જીલ બાઈડેનને 7.5 કેરેટનો હીરાની ભેટ:આત્મનિર્ભર ભારત અને ખાસ કરીને આઝાદીના અમૃત મહોત્સવ એટલે 75મો વર્ષ હોવાના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના ફર્સ્ટ લેડી જીલ બાઈડેનને 7.5 કેરેટનો હીરો ભેટમાં આપ્યો હતો. બે મહિનાની મહેનતે તૈયાર થયેલા આ ઈકો ફ્રેન્ડલી હીરો આત્મનિર્ભરતાનો પણ સંદેશ આપે છે. આ હીરા પ્રાકૃતિક નહીં પરંતુ લેબમાં તૈયાર થયો છે. જેને ઇકો ફ્રેન્ડલી હીરા કહેવામાં આવે છે.
- PM Modi US Visit: PM મોદીએ અમેરિકાની ફર્સ્ટ લેડી જીલ બિડેનને આપેલો 7.5 કેરેટનો હીરો સુરતમાં થયો છે તૈયાર
- PM Modi USA Visit: પીએમ મોદીના વ્હાઇટ હાઉસ સ્ટેટ ડિનર મેનુમાં આ વાનગીઓ પીરસાશે