જોહાનિસબર્ગ:પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગ્રીસ પ્રવાસે પહોંચ્યાં છે. એથેન્સમાં પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. ભારતીય મૂળનાં લોકોએ ઢોલ-નગાડા સાથે ભાવભર્યું સ્વાગત કર્યું છે. દક્ષિણ આફ્રિકાની તેમની મુલાકાત દરમિયાન, મોદીએ 15મી બ્રિક્સ સમિટમાં હાજરી આપી હતી અને વિશ્વના અનેક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો યોજી હતી. કોવિડ-19 રોગચાળાને કારણે સતત ત્રણ વર્ષની વર્ચ્યુઅલ બેઠકો બાદ બ્રિક્સ નેતાઓની પ્રથમ સામ-સામે સમિટમાં ભાગ લેવા માટે મોદી મંગળવારે દક્ષિણ આફ્રિકા પહોંચ્યા હતા.
PM ગ્રીસ જવા રવાના:વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર કહ્યું, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દક્ષિણ આફ્રિકાની ફળદાયી મુલાકાત પૂર્ણ કરી જેણે બ્રિક્સની યાત્રામાં એક નવો અધ્યાય શરૂ કર્યો છે. વડાપ્રધાન હવે ગ્રીસ જવા રવાના થયા છે. પીએમ મોદીએ X પર પોસ્ટ કર્યું, 'મારી દક્ષિણ આફ્રિકાની મુલાકાત ઘણી ફળદાયી રહી. બ્રિક્સ સમિટ અર્થપૂર્ણ અને ઐતિહાસિક હતી.