- અલગ-અલગ રાજ્યો માટે 35 ઑક્સિજન પ્લાન્ટનું વર્ચ્યુઅલ લોકાર્પણ
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડ સાથેના ખાસ લગાવ વિશે વાત કરી
- PMએ યોગ અને આયુર્વેદ માટે ઉત્તરાખંડના યોગદાનને યાદ કર્યું
ઋષિકેશ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઋષિકેશ એમ્સથી દેશના અલગ-અલગ રાજ્યો માટે 35 ઑક્સિજન પ્લાન્ટનું વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડથી તેમના ખાસ લગાવ વિશે પણ જણાવ્યું. તેમણે કહ્યું કે, ઉત્તરાખંડે તેમના જીવનની દશા બદલી દીધી. PM મોદીએ જણાવ્યું કે, જે ધરતીએ તેમને આટલું બધું આપ્યું, ત્યાં આવવાને તેઓ પોતાનું સૌભાગ્ય માને છે. હિમાલયની ધરતી ત્યાગનો રસ્તો બતાવે છે. અહીં આવીને તેમનો ઇરાદો વધારે મજબૂત થયો છે. વડાપ્રધાને કહ્યું કે, ઉત્તરાખંડ આવીને વધારે શક્તિ મળે છે. PMએ યોગ અને આયુર્વેદ માટે ઉત્તરાખંડના યોગદાનને યાદ કર્યું.
આયાતકારથી નિકાસકાર સુધીની સફર
વડાપ્રધાને કહ્યું કે, જે ધરતીથી યોગ અને આયુર્વેદ દુનિયાભરમાં ફેલાયો ત્યાંથી ઑક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરવાથી તેમને ઘણો જ આનંદ થઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કોરોનાનો જેવી રીતે આપણે સામનો કર્યો, દુનિયા તેને ઘણા જ ધ્યાનથી જોઇ રહી છે. તેમણે કહ્યું કે, જે રીતે આપણે કોરોનાથી લડ્યા એ આપણા સામર્થ્યને બતાવે છે. PM મોદીએ કહ્યું કે, આયાતકારથી નિકાસકાર સુધીની સફર આપણી સફળતાની વાર્તા ખુદ કહી રહી છે.
દુનિયાનું સૌથી મોટું અને ઝડપી રસીકરણ
તેમણે કહ્યું કે, દુનિયાના સૌથી મોટા અને ઝડપી રસીકરણને આપણે કરી બતાવ્યું. આ આપણે સંકલ્પ શક્તિ અને ઇચ્છાશક્તિની સાથે એકતાનું ઉદાહરણ છે. ઑક્સિજનનો સપ્લાયથી લઇને વેક્સિન સુધી બંને પડકારો દેશ સામે આવતા રહ્યા. દેશ આની સામે કેવી રીતે લડ્યો એ જાણવું-સમજવું દરેક દેશવાસી માટે જરૂરી છે. PMએ કહ્યું કે, સામાન્ય દિવસોમાં આપણા દેશમાં 900 મેટ્રિક ટન લિક્વિડ ઑક્સિજનનું ઉત્પાદન થતું હતું. ડિમાન્ડ વધવાથી આપણે 10 ઘણાથી વધારે વધાર્યું. આ દુનિયાના કોઈપણ દેશ માટે અકલ્પનીય લક્ષ્ય હતું, પરંતુ ભારતે આ મેળવીને બતાવ્યું.
પડકારોને પહોંચી વળવા માટે દેશે યુદ્ધ સ્તર પર કામ કર્યું
PM મોદીએ કહ્યું કે, ઑક્સિજનના પ્રોડક્શનની સાથે જ તેનું ટ્રાન્સફોર્મેશન કેટલું પડકારજનક હોય છે. આ પડકારનો પણ આપણે સફળતાપૂર્વક સામનો કર્યો. PM મોદીએ કહ્યું કે, લોજિસ્ટિકના આટલા પડકારોને પહોંચી વળવા માટે દેશે યુદ્ધ સ્તર પર કામ કર્યું. ઋષિકેશ એમ્સના કાર્યક્રમમાં આવનારી વિધાનસભા ચૂંટણીને પણ વડાપ્રધાન મોદીએ ઘણી જ નરમાશથી સ્પર્શ કર્યો. વડાપ્રધાને ઉલ્લેખ કર્યો કે, ઉત્તરાખંડ બનાવવા માટે અટલ બિહારી વાજપેયીજીએ પગલું ઉઠાવ્યું હતું. વડાપ્રધાન મોદીએ અલ્મોડા, પિથોરાગઢ અને હરિદ્વારમાં બની રહેલી મેડિકલ કૉલેજનો ઉલ્લેખ કર્યો.
કેદારનાથ ધામના પુન: નિર્માણ કાર્યોની સતત સમીક્ષા
PM મોદીએ કહ્યું કે, કેદારનાથ ધામમાં વધુ વિકાસ કામો થઈ રહ્યા છે. ભક્તોને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે સુવિધાઓની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. વડાપ્રધાને કહ્યું કે, હું કેદારનાથ ધામના પુન: નિર્માણ કાર્યોની સતત સમીક્ષા કરી રહ્યો છું. હું ડ્રોન કેમેરાથી કેદારનાથની કૃતિઓ જોઈ રહ્યો છું. એટલું જ નહીં, જ્યારે ઓલ વેધર રોડ તૈયાર થઈ જશે, ત્યારે દેશ અને દુનિયામાંથી આવતા લોકો માટે મોટી સગવડ અને ભેટ હશે. PM મોદીએ કહ્યું કે, ગઢવાલ અને કુમાઉંના વિકાસ કાર્યોમાં ઓલ વેધર રોડ સીમાચિહ્નરૂપ સાબિત થશે. તેમણે કહ્યું કે ઋષિકેશ-કર્ણપ્રયાગ રેલ લાઇન ઉત્તરાખંડમાં પણ ઇતિહાસ રચશે. એટલું જ નહીં, ઉત્તરાખંડ એર કનેક્ટિવિટીમાં પણ સતત પ્રગતિ કરી રહ્યું છે. દહેરાદૂન એરપોર્ટની ક્ષમતામાં વધારો કરવામાં આવી રહ્યો છે.
મુખ્યપ્રધાન ધામીની PM મોદીએ કરી પ્રશંસા