કલબુર્ગી:કર્ણાટકમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે ત્યારે દરેક પાર્ટીના આગેવાનો એકબીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરી રહ્યા છે. કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વધુ એક કટાક્ષ કર્યો છે. મલ્લિકાર્જુન ખડગેએ બુધવારે કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, 'વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે સવારથી સાંજ સુધી રડતા બાળકની જેમ રડવું એ આદત બની ગઈ છે.'
ભાજપ પર પલટવાર:કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વધુમાં જણાવ્યું હતું કે, 'પીએમ મોદી કોંગ્રેસ પર આપમાન કર્યાનો આરોપ લગાવે છે પરંતુ તેઓ ભૂલી ગયા છે કે ભૂતકાળમાં તેઓ શિનોય ગાંધી અને રાહુલ ગાંધી વિષે કેવા શબ્દોનો ઉપયોગ કરી ચુક્યા છે. તેઓએ સોનિયા ગાંધી વિશે 'વિધવા', 'ઈટાલિયન ગર્લ' અને 'રાહુલ ગાંધી એક વર્ણસંકર છે' શબ્દનો ઉપયોગ કર્યો હતો. જો કે અમારી પાર્ટીના હાઈકમાન્ડ સામે આવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ અમારામાંથી કોઈ મોદીની જેમ રડતું નહોતું.
પીએમ મોદી વારંવાર કહે છે કે તેઓ પછાત વર્ગના વ્યક્તિ હોવાને કારણે કોંગ્રેસના નેતાઓ તેમની સામે બિનજરૂરી ટીકાઓ કરી રહ્યા છે પરંતુ મોદીએ એક વાત યાદ રાખવી જોઈએ હું દલિત છું અને મોદીની નીચે આવું છું. તેઓ પહેલા મારા માથા પર પગ મૂકશે પછી તમારી તરફ આવશે.' -મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ અધ્યક્ષ