નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં ગઈ કાલે મહિલા આરક્ષણ વિધેયક પસાર થવા પર આનંદ વ્યક્ત કર્યો છે. ભારતના સંસદીય ઈતિહાસમાં ગઈકાલના દિવસને સોનેરી ક્ષણ ગણાવ્યો છે.ગુરુવારે વડાપ્રધાને કહ્યું કે માતૃશક્તિ પર ભરોસો એ દેશને નવી દિશા આપશે. વડાપ્રધાને નિચલા ગૃહમાં વિધેયકને પસાર કરવામાં મદદગાર બનનાર સત્તા અને વિરોધ પક્ષના દરેક સભ્યોનો આભાર માન્યો હતો. સદનની કાર્યવાહી સવારે 11 કલાકે શરૂ થઈ. અધ્યક્ષ ઓમ બિરલાએ વડાપ્રધાનને સદન સંબોધિત કરવા આમંત્રણ આપ્યું. આ સંબોધનમાં વડાપ્રધાને સદનના દરેક સભ્યોનો આભાર માન્યો હતો.
Women's Reservation Bill: વડાપ્રધાને મહિલા આરક્ષણ વિધેયકની મંજૂરીને ભારતના સંસદીય ઈતિહાસની સોનેરી ક્ષણ ગણાવી - તમામ પક્ષના સભ્યોનો હાર્દિક આભાર
વડાપ્રધાન મોદીએ લોકસભામાં ગઈકાલના દિવસને ભારતના સંસદીય ઈતિહાસના સોનેરી ક્ષણ તરીકે વર્ણવ્યો. તેમણે કહ્યું કે, સદનના દરેક સભ્યો તેના હકદાર છે, દરેક પક્ષ, પક્ષના નેતા અને પક્ષના સભ્યો આ સોનેરી ક્ષણના ભાગીદાર છે.
Published : Sep 21, 2023, 1:36 PM IST
દેશની માતૃશક્તિને નવો વિશ્વાસ મળ્યોઃ વડાપ્રધાને જણાવ્યું કે લોકસભામાં ગઈકાલનો દિવસ ભારતના સંસદીય ઈતિહાસની સોનેરી ક્ષણ હતી. આ સોનેરી ક્ષણના ભાગીદાર સદનના દરેક સભ્ય છે. દરેક પક્ષ, પક્ષના નેતા અને પક્ષના સભ્યોને સોનેરી ક્ષણ નિર્માણનું શ્રેય જાય છે. મહિલા આરક્ષણ વિધેયકના પસાર થવાથી દેશની માતૃશક્તિમાં નવી ઊર્જાનો સંચાર થશે. તેમણે મહિલા આરક્ષણ વિધેયક દ્વારા દેશની માતૃશક્તિને નવો વિશ્વાસ પ્રાપ્ત થશે. જેનાથી દેશને નવી દિશા પ્રાપ્ત થશે.
454 વોટ વિધેયકના પક્ષમાંઃ માતૃશક્તિને નવી ઊર્જા આપવામાં આપ સૌ સાથીઓએ પૂરતો સહયોગ આપ્યો છે. આજે હું તમે આપેલા સહયોગ બદલ હાર્દિક અભિનંદન પાઠવું છું. લોકસભામાં મહિલા આરક્ષણ વિધેયક (128મો બંધારણીય સુધારો)ને 8 કલાકની ચર્ચા બાદ 454 વોટની સહમતિ મળી હતી. નીચલા ગૃહમાં કૉંગ્રેસ, સપા, દ્રમુક, તૃણમુલ અને કૉંગ્રેસ સહિત દરેક પક્ષોએ સમર્થન આપ્યું હતું. જોકે અસદુદ્દીન ઓવેસીની એઆઈએમઆઈએમ દ્વારા વિધેયકનો વિરોધ કરવામાં આવ્યો હતો. (પીટીઆઈ-ભાષા)