- વિશ્વભરમાં કોરોનાના નવા વેરિઅન્ટની એન્ટ્રી
- વેરિઅન્ટને કારણે દુનિયાભરના દેશોની ચિંતા વધી
- વડાપ્રધાન મોદીએ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી
નવી દિલ્હીઃદેશના ઘણા વિસ્તારોમાં કોરોના સંક્રમણના કેસ (Corona Situation In India) ઝડપથી વધી રહ્યા છે. કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનએ પણ દુનિયાભરના દેશોની ચિંતા વધારી દીધી છે. આ તમામ સંજોગો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) આજે શનિવારે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. વડાપ્રધાન મોદી દેશમાં કોરોનાની નવીનતમ સ્થિતિ અને રસીકરણને લઈને ટોચના અધિકારીઓ સાથે બેઠક કરશે.
વડાપ્રધાને કોરોનાને લઈને બોલાવી બેઠક
આરોગ્ય વિભાગ (Ministry of Health and Family Welfare) પાસેથી મળતી માહિતી મુજબ, વડાપ્રધાન મોદીએ કોરોનાને લઈને બોલાવેલી આ બેઠક એવા સમયે બોલાવી છે, જ્યારે દેશની શાળા-કોલેજોમાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે. કર્ણાટક, તેલંગાણા, રાજસ્થાન, ઓડિશા સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી વિદ્યાર્થીઓ અને શિક્ષકો કોરોનાની ઝપેટમાં આવ્યાના અહેવાલો પણ સામે આવી રહ્યાં છે.