- ક્રિપ્ટોકરન્સી સંબંધિત મુદ્દાઓ પર બેઠક યોજાઈ
- ક્રિપ્ટોકરન્સી પર બિન-પારદર્શક જાહેરાતો બંધ થવી જોઈએ
- સરકારે નિષ્ણાતો અને હિતધારકો સાથે સક્રિયપણે જોડાવવું પડશે
નવી દિલ્હી :સરકારી સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, વડાપ્રધાન મોદીએ (PM Modi) ક્રિપ્ટોકરન્સી (Cryptocurrency Market) સંબંધિત મુદ્દાઓ પર એક બેઠકની અધ્યક્ષતા કરી હતી. વડાપ્રધાનની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠક બાદ, સરકારી સૂત્રએ જણાવ્યું હતું કે, અતિશયોક્તિપૂર્ણ વચનો સાથે યુવાનોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ, ક્રિપ્ટોકરન્સી (Cryptocurrency Ban) પર બિન-પારદર્શક જાહેરાતો બંધ થવી જોઈએ.
ક્રિપ્ટો બજારો માટે જરૂરી માળખું તૈયાર કરવું જરૂરી
સૂત્રોએ જણાવ્યું હતું કે, નોન-રેગ્યુલેટેડ ક્રિપ્ટો માર્કેટ્સને (Non-regulated crypto markets) બ્લેક મની લોન્ડરિંગ (Black Money Laundering) અને આતંકવાદી પ્રવૃત્તિઓને (Terrorist Activities) ફાયનાન્સ કરવાની મંજૂરી આપી શકાતી નથી. ક્રિપ્ટો બજારો માટે જરૂરી માળખું બનાવવા માટે સરકારે નિષ્ણાતો અને હિતધારકો સાથે સક્રિયપણે જોડાવવું પડશે.
નિષ્ણાતોની સલાહ લેવામાં આવી
આ બેઠક ભારતીય રિઝર્વ બેંક, નાણા મંત્રાલય અને ગૃહ મંત્રાલય (MHA) દ્વારા હાથ ધરવામાં આવેલી પરામર્શ પ્રક્રિયા બાદ યોજવામાં આવી હતી, જેમાં વૈશ્વિક અને ભારતીય નિષ્ણાતોની સલાહ લેવામાં આવી હતી. વૈશ્વિક ઉદાહરણો અને શ્રેષ્ઠ પદ્ધતિઓનો પણ અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી કે, અનિયંત્રિત ક્રિપ્ટો બજારોને મની લોન્ડરિંગ અને આતંકવાદી ફાઇનાન્સિંગના માર્ગો બનવાની મંજૂરી આપી શકાતી નથી.
સરકાર નજર રાખશે અને સક્રિય પગલાં લેશે