- કોરોનાને કારણે દોઢ વર્ષથી બંધ હતું મોંઘવારી ભથ્થુ
- કેબિનેટ વિસ્તરણ બાદની બેઠકમાં લેવાયો નિર્ણય
- કેબિનેટમાં લેવાયેલા નિર્ણયોનું બ્રિફિંગ પૂર્ણ
ન્યૂઝ ડેસ્ક: કેન્દ્રીય પ્રધાન મંડળે 54,618 કરોડ રૂપિયાના રોકાણનો લાભ ઉઠાવવા માટે પશુપાલન અને ડેરી યોજનાઓ તેમજ વિશેષ પશુધન પેકેજના વિભિન્ન ઘટકોને સંશોધિત કરવા અને પુન: વ્યવસ્થિત કરવા માટે મંજૂરી આપી છે. કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુર (Union Minister Anurag Thakur) એ આ અંગે જાણકારી આપી હતી. આ સિવાય કેન્દ્ર સરકાર અને પેન્શન મેળવનારા કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થુ (Dearness Allowance) 11 ટકા વધારવાની જાહેરાત કરી છે. જેનો લાભ 48.34 લાખ કર્મચારીઓ અને 65.26 લાખ પેન્શનર્સને મળશે.
કોરોનાને કારણે છેલ્લા દોઢ વર્ષથી મોંઘવારી ભથ્થુ બંધ હતું
કેન્દ્રીય કર્મચારીઓના DA ના છેલ્લા 3 હપ્તા આવવાના બાકી હતા. કેન્દ્ર સરકારે કોરોનાને કારણે 1 જાન્યુઆરી 2020થી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થુ બંધ કરી દીધું હતું. જે 1 જુલાઈ 2021 સુધી રોકવામાં આવ્યું હતું. જોકે, હવે મોંઘવારી ભથ્થું વધતા સપ્ટેમ્બરમાં તેમને મોટો ફાયદો થઈ શકે છે.