ગુજરાત

gujarat

ETV Bharat / bharat

PM Modi Bhopal Visit : PM મોદીએ 5 વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપી, બાળકોએ મોદીને પેઈન્ટિંગ્સ ભેટમાં આપી - Green flag to Vande Bharat Express

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભોપાલના રાણી કમલાપતિ રેલવે સ્ટેશનથી 5 વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી છે. PM મોદીએ દેશના અન્ય ભાગોમાં દોડતી 3 વંદો ભારત ટ્રેનને વર્ચ્યુઅલ રીતે લીલી ઝંડી આપી હતી. આ તક્કે PM મોદીએ બાળકો સાથે વાત કરી હતી. બાળકોએ PM મોદીને પેઈન્ટિંગ્સ ભેટ આપી હતી.

PM Modi Bhopal Visit : PM મોદીએ 5 વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપી, બાળકોએ મોદીને પેઈન્ટિંગ્સ ભેટમાં આપી
PM Modi Bhopal Visit : PM મોદીએ 5 વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપી, બાળકોએ મોદીને પેઈન્ટિંગ્સ ભેટમાં આપી

By

Published : Jun 27, 2023, 6:48 PM IST

ભોપાલ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે મધ્યપ્રદેશના ભોપાલના પ્રવાસે છે. ભોપાલ પહોંચ્યા બાદ તેમણે રાણી કમલાપતિ રેલવે સ્ટેશનથી દેશની પાંચ નવી વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવી હતી. પીએમ મોદીએ સૌથી પહેલા મધ્યપ્રદેશ માટે બે વંદે ભારતને લીલી ઝંડી બતાવી હતી. તેમણે ભોપાલ-ઈન્દોર અને રાણી કમલાપતિ-જબલપુર ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. આ પ્રસંગે પીએમ મોદીએ વંદે ભારત ટ્રેનમાં સવાર થઈ રહેલા સ્કૂલના બાળકો સાથે વાત કરી હતી.

વંદે ભારતને વર્ચ્યુઅલ રીતે ફ્લેગ ઓફ : આ પછી પીએમ મોદીએ રાંચી-પટના સિવાય ધારવાડ અને KSR બેંગલુરુ અને ગોવા-મુંબઈ વચ્ચે ચાલતા વંદે ભારતને વર્ચ્યુઅલ રીતે ફ્લેગ ઓફ કર્યું હતું. આ બંને ટ્રેનો રાણી કમલાપતિ રેલવે સ્ટેશનથી એક સાથે રવાના થઈ હતી. આ અવસર પર પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું, 'આ ટ્રેનો મધ્યપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગોવા, બિહાર અને ઝારખંડમાં કનેક્ટિવિટી સુધારશે.

2 વંદે ભારત એમપીમાં ચાલશે : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભોપાલના રાણી કમલાપતિ રેલવે સ્ટેશનથી 5 વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી હતી. તેમાંથી 2 વંદે ભારત એમપીમાં ચાલશે. પીએમ મોદીએ દેશના અન્ય ભાગોમાં દોડતી 3 વંદે ભારત ટ્રેનને વર્ચ્યુઅલ રીતે લીલી ઝંડી આપી હતી. આ બંને ટ્રેનો રાણી કમલાપતિ રેલવે સ્ટેશનથી એક સાથે રવાના થઈ હતી. આ પછી, રાંચી-પટના સિવાય, પીએમ મોદીએ ધારવાડ-કેએસઆર બેંગલુરુ અને ગોવા-મુંબઈ વચ્ચે ચાલતી વંદે ભારત ટ્રેનને પણ ડિજિટલ ફ્લેગ ઓફ કરી.

બાળકોએ PM મોદીને આપી ભેટ : ભોપાલના રાણી કમલાપતિ સ્ટેશન પર, પીએમ મોદીએ એમપી માટે બે ટ્રેનોને લીલી ઝંડી બતાવી અને ટ્રેનની અંદર જઈને બાળકોને મળ્યા અને તેમની સાથે વાતચીત કરી. બાળકોએ પીએમ મોદીને પેઈન્ટિંગ્સ ભેટમાં આપી હતી. વંદે ભારત ટ્રેનમાં બેસીને પણ સવારી કરી હતી.

લોકોમાં ખુશીનો માહોલ : ભોપાલથી ઇન્દોર અને જબલપુરથી ભોપાલ વચ્ચે દોડતી વંદે ભારત ટ્રેનના કારણે લોકોમાં ખુશીનો માહોલ છે. ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીએ 1 એપ્રિલે ભોપાલથી દિલ્હી વચ્ચે ચાલતી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. આ બે નવી ટ્રેનો બાદ મધ્યપ્રદેશમાં વંદે ભારત ટ્રેનોની સંખ્યા 3 થઈ જશે. આ પાંચ નવી વંદે ભારત એક્સપ્રેસ શરૂ થયા બાદ દેશમાં વંદે ભારત એક્સપ્રેસની સંખ્યા વધીને 23 થઈ જશે.

  1. Valsad News : સંજાણમાં પહેલા વરસાદમાં તંત્રએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું, રેલવેની માટી અટકાવવા પ્લાસ્ટિક પાથર્યું, 10 કલાકમાં 3 અકસ્માત
  2. Madhya Pradesh News : જો સમયસર ટ્રેનને બ્રેક લાગી ન હોત તો સર્જાત મોટી દુર્ઘટના, જાણો સમગ્ર મામલો

ABOUT THE AUTHOR

...view details