અમદાવાદ: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા સાતમે આસમાને પહોંચી છે. તેઓ ભારતના પહેલા નેતા છે, જે વૈશ્વિક સ્તરે આટલા લોકપ્રિય છે. વૈશ્વિક સ્તરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એપ્રુવલ રેટિંગ 78% છે. સર્વેમાં કહેવામાં આવ્યું છે કે સપ્ટેમ્બર 2021 પછી પીએમ મોદીની લોકપ્રિયતા સતત વધી રહી છે. યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પછી બીજા ક્રમે મેક્સિકોના રાષ્ટ્રપતિ લોપેઝ ઓબ્રાડોરનું નામ છે. તેમનું અપ્રૂવલ રેટિંગ 68 ટકા છે. ત્રીજા નંબરની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન અલ્બેનીઝ છે, જેની રેટિંગ 58% છે. ચોથા નંબર પર ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની છે. મેલોનીનું રેટિંગ 52 ટકા છે.
બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક યાદીમાં 10મા સ્થાને:બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા ડી સિલ્વા 50 ટકાના એપ્રુવલ રેટિંગ સાથે આ યાદીમાં 5માં નંબરે છે. આશ્ચર્યની વાત એ છે કે અમેરિકાના પ્રમુખ જો બાઇડેન આ યાદીમાં છઠ્ઠા નંબર પર છે. તેનું રેટિંગ 40 ટકા છે. તેમના પછી કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોનું નામ આવે છે. તેનું રેટિંગ પણ 40 ટકા છે. ભારતીય મૂળના બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક આ યાદીમાં 10મા સ્થાને છે. વિશ્વ નેતાઓમાં તેમનું રેટિંગ 30 ટકા છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન આ યાદીમાં 11માં સ્થાને છે. તેનું રેટિંગ 29 ટકા છે.
આ પણ વાંચોRajasthan News : પાયલોટ જૂથના પ્રધાન રાજેન્દ્ર ગુડા પર વોર્ડ પંચને અપહરણ કરવાનો કેસ નોંધાયો