નવી દિલ્હી:સામાન્ય બજેટ પહેલા ગુરુવારે અહીં તમામ રાજ્યોના મુખ્ય સચિવોની ત્રણ દિવસીય રાષ્ટ્રીય પરિષદ(PM Modi will preside over the National Conference) શરૂ થઈ છે. અર્થતંત્ર ઉપરાંત નોકરીઓ અને સર્વસમાવેશક માનવ વિકાસ પર ચર્ચા થશે. વડાપ્રધાન કાર્યાલયએ જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવાર અને શનિવારે બેઠકની અધ્યક્ષતા કરશે. રીચિંગ ધ લાસ્ટ માઈલ વિષય પર સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. નીતિ આયોગના ઉપાધ્યક્ષ સુમન બેરીએ પણ દિવસ દરમિયાન એક પ્રેઝન્ટેશન આપ્યું હતું. આ પરિષદ વ્યાપકપણે અર્થતંત્ર અને નોકરીઓ અને સર્વસમાવેશક માનવ વિકાસ એમ બે થીમ પર આધારિત છે. (National Conference of Chief Secretaries)
વિકસિત ભારતનું લક્ષ્ય: જૂન 2022ના રોજ ધર્મશાળામાં મુખ્ય સચિવોની આવી પ્રથમ પરિષદ યોજાઈ (National Conference of Chief Secretaries) હતી. આ વર્ષે આયોજિત ત્રિ-દિવસીય પરિષદની કેન્દ્રીય થીમ રાજ્યો સાથે ભાગીદારીમાં ઝડપી અને ટકાઉ આર્થિક વૃદ્ધિ હાંસલ કરવાની છે. PMOના જણાવ્યા અનુસાર, આ પરિષદ વિકસિત ભારતના લક્ષ્યને હાંસલ કરવા માટે સહયોગી કાર્યવાહી માટે મંચ નક્કી કરશે, જેમાં રોજગાર સર્જન અને સર્વસમાવેશક માનવ વિકાસ પર ભાર મૂકવામાં આવશે.