ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વડા પ્રધાન મોદીએ વિધાનસભા ચૂંટણી 2023ના પરિણામો માટે જનતાનો આભાર માન્યો - જનતાનો આભાર માન્યો

વડા પ્રધાન મોદીએ મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભારતીય જનતા પાર્ટીને જીતાડવા બદલ જનતાનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે ભારતની જનતાને માત્ર સુશાસન અને વિકાસના રાજકારણ પર જ ભરોસો છે. વડા પ્રધાને સોશિયલ મીડિયાના એક્સ પ્લેટફોર્મ પર પોસ્ટ કરી છે. PM Modi Assembly Election 2023 Result Thanked People

વડા પ્રધાન મોદીએ વિધાનસભા ચૂંટણી 2023ના પરિણામો માટે જનતાનો આભાર માન્યો
વડા પ્રધાન મોદીએ વિધાનસભા ચૂંટણી 2023ના પરિણામો માટે જનતાનો આભાર માન્યો

By ETV Bharat Gujarati Team

Published : Dec 3, 2023, 6:32 PM IST

હૈદરાબાદઃ દેશના 5 રાજ્યોમાં થયેલ વિધાનસભા ચૂંટણી બાદ રવિવારે આવેલા પરિણામોમાં ભાજપને ત્રણ રાજ્યોમાં જીત મળી છે. આ પરિણામો બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જનતાનો આભાર માન્યો છે. તેમણે સોશિયલ મીડિયાના એક્સ પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને પોાતની લાગણીઓ વ્યક્ત કરી છે.

વડા પ્રધાને પોતાની પોસ્ટમાં લખ્યું કે, જનતા જનાર્દનને નમન ! મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢના પરિણામો પરથી સ્પષ્ટ છે કે ભારતની જનતાને માત્ર સુશાસન અને વિકાસના રાજકારણ પર જ ભરોસો છે. જનતાનો ભરોસો @BJP4Indiaમાં છે. ભાજપ પર પોતાનો સ્નેહ, વિશ્વાસ અને આશીર્વાદ વરસાવવા બદલ હું આ રાજ્યોના દરેક પરિવારજનોનો ખાસ કરીને માતા-દીકરીઓ અને યુવો મતદારોનો આભાર માનું છું.

તેમણે આગળ લખ્યું કે, હું તમને વિશ્વાસ આપું છું કે તમારા કલ્યાણ માટે અમે નિરંતર અથાક પરિશ્રમ કરીશું. આ સફળતા બદલ પાર્ટીના દરેક કાર્યકરનો વિશેષ આભાર માનું છું. તમે દરેક બહુ અદભુત કામ કર્યુ છે. ભાજપનો વિકાસ અને ગરીબ કલ્યાણ નીતિઓને તમે જે રીતે લોકો સુધી પહોંચાડી તેની જેટલી પણ પ્રશંસા કરવામાં આવે તેટલી ઓછી છે. આપણે વિક્સિત ભારતના લક્ષ્ય સાથે આગળ વધી રહ્યા છીએ.

આપણે રોકાવાનું નથી, આપણે થાકવાનું નથી. આપણે ભારતને વીજયી બનાવવાનું છે. આજે આ દિશામાં આપણે સાથે મળીને એક મજબૂત પગલું ભર્યુ છે. બીજી તરફ તેલંગાણામાં ભાજપનું જોઈએ તેવું પ્રદર્શન રહ્યું નહતું તેમ છતાં વડા પ્રધાને તેલંગાણાની જનતાનો આભાર માન્યો હતો. તેમણે લખ્યું કે, તેલંગાણાની મારી લાડકી બહેનો અને ભાઈઓ @BJP4Indiaને તમે જે સમર્થન આપ્યું તે બદલ આપનો આભાર.

વડા પ્રધાન આગળ લખે છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં આ સમર્થન વધતું જ આવ્યું છે. આવનારા સમયમાં આ સિલસિલો યથાવત રહેશે. તેલંગાણા સાથે અમારો સંબંધ અતૂટ છે અને અમે જનતા માટે કામ કરતા રહીશું. હું પ્રત્યેક ભાજપ કાર્યકર્તાઓના મહેનતી પ્રયત્નોની પ્રશંસા કરું છું.

  1. ત્રણ રાજ્યોમાં છવાયો મોદી મેજિક તો તેલંગાણામાં ચાલી કોંગ્રેસની ગેરંટીઓ
  2. વડાપ્રધાન મોદીની ગેરંટી અને અમિત શાહની વ્યૂહરચનાનો વિજય - વસુંધરા રાજે

ABOUT THE AUTHOR

...view details