ગુજરાત

gujarat

ETV Bharat / bharat

PM મોદીને બોંબથી ઉડાવી દેવાની મળી ધમકી, NIAને મળ્યો ઈ-મેલ

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીની(National Investigation Agency) મુંબઈ શાખાને ઈ-મેલ મળ્યો છે. જેમાં પીએમ નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી(MAIL TO KILL MODI) આપવામાં આવી છે.

By

Published : Apr 1, 2022, 3:01 PM IST

Updated : Apr 1, 2022, 3:29 PM IST

વડાપ્રઘાન મોદીને બોંબથી ઉડાવી દેવાની મળી ધમકી
વડાપ્રઘાન મોદીને બોંબથી ઉડાવી દેવાની મળી ધમકી

નવી દિલ્હીઃનેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (National Investigation Agency)ની મુંબઈ શાખાને એક ધમકીભર્યો ઈ-મેલ(MAIL TO KILL MODI) મળ્યો છે, જેમાં PM નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. NIAએ હવે આ વિગતો અન્ય એજન્સીઓને મોકલી છે. મેલમાં લખવામાં આવ્યું છે કે વડાપ્રધાન પર 20 કિલો આરડીએક્સથી હુમલો કરવાની યોજના છે.

ધમકી ભર્યો મળ્યો ઇ-મેઇલ -સુરક્ષા એજન્સીઓ આ મામલે વધુ માહિતી એકઠી કરી રહી છે. જેથી એ જાણી શકાય કે પીએમ મોદીની હત્યાના કાવતરા અંગે મોકલવામાં આવેલા ઈ-મેલનો સ્ત્રોત શું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સુરક્ષા એજન્સીઓનું કહેવું છે કે આતંકી સંગઠનોએ પોતાના નાપાક હેતુને પૂરા કરવા માટે 20 સ્લીપર સેલ પણ બનાવ્યા છે. ઈ-મેલમાં આતંકવાદીઓ સાથે સંપર્ક હોવાનો દાવો કરવામાં આવ્યો છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે આરડીએક્સ સરળતાથી ગોઠવવામાં આવ્યું છે અને 20 કિલો આરડીએક્સની વ્યવસ્થા કરવામાં આવી છે. એનઆઈએની મુંબઈ શાખાને આ ઈ-મેલ મળ્યો હતો, ત્યારબાદ અન્ય સંબંધિત સંસ્થાઓને પણ તેની જાણ કરવામાં આવી હતી. મેલમાં બે કરોડ લોકોને મારવાની વાત પણ કહેવામાં આવી છે. મેલમાં કેટલું સત્ય છે અને તેને ક્યાંથી અને કોણે મોકલ્યો છે, એજન્સીઓ આ સવાલોના જવાબ શોધવાનો પ્રયાસ કરી રહી છે.

2 કરોડ લોકોને મળી મારી નાખવાની ધમકી -NIAને મળેલો ધમકીભર્યો ઈમેલઃ એજન્સીઓનું કહેવું છે કે આ માહિતી મળ્યા બાદ કોઈપણ પ્રકારની ઢીલ નહીં રાખવામાં આવે. આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે અને તેનું તળિયું લેવામાં આવશે. આ પહેલા દિલ્હીના સીમાપુરી વિસ્તારમાં એક ઘરમાંથી IED મળવાના સમાચાર સામે આવ્યા છે. આ કિસ્સો ઘણો ચોંકાવનારો હતો. એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે જાન્યુઆરીમાં ગાઝીપુર ફૂલ મંડીમાં મળેલો આ વિસ્ફોટક કુલ્લુ બ્લાસ્ટમાં ઉપયોગમાં લેવાયેલા વિસ્ફોટક જેવો જ હતો.

Last Updated : Apr 1, 2022, 3:29 PM IST

ABOUT THE AUTHOR

...view details