- આસિયાનના વર્ચ્યૂઅલ સંમેલનમાં વડાપ્રધાન મોદીનું સંબોધન
- આસિયાન રિસ્પોન્સ ફંડમાં 10 લાખ ડોલર આપવા જાહેરાત
- આર્થિક, સામાજિક સંબંધો મજબૂત કરવાનો મહત્ત્વનો વિષય
નવી દિલ્હીઃ સંમેલનને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, ભારત અને આસિયાન વચ્ચે ભૌતિક, આર્થિક, સામાજિક, ડિજિટલ, નાણાકીય અને સમુદ્રી સંબધમો મજબૂત કરવા અમારા માટે મહત્ત્વપૂર્ણ વિષય છે. છેલ્લા કેટલાક દિવસોમાં આ ક્ષેત્રમોમાં અમે ઘણા નજીક આવી ગયા છે અને આ સંમેલનનું અંતર ઓછું કરવાનું કામ કરશે.
આસિયાન-ભારતની ભાગીદારી ઊંડાણપૂર્વક અને મજબૂત થઈ છે
આ સંમેલનને લઈને ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું, આસિયાન-ભારતની ભાગીદારી અત્યારના વર્ષોમાં ઊંડાણપૂર્વક, મજબૂત અને બહુપરિમાણીય ભાગીદારીના રૂપમાં વિકસીત થઈ છે. આસિયાન અને ભારત વર્ષ 2002માં સંમેલન સ્તરના ભાગીદાર બન્યા હતા અને વર્ષ 2012માં વ્યૂહાત્મક ભાગીદાર બન્યા હતા. કોવિડ-19 મહામારી સામેની લડાઈમાં વડા પ્રધાને ભારત-આસિયાનના સંબંધોનો લાભ ઊઠાવવા પર ભાર આપ્યો. તેમણે મહામારીની લડાઈમાં આસિયાનની પહેલના વખાણ કર્યા અને કોવિડ-19 આસિયાન રિસ્પોન્સ ફંડમાં 10 લાખ ડોલરની ધનરાશિ આપવાની પણ ઘોષણા કરી હતી. સંમેલનમાં ચર્ચા દરમિયાન પરસ્પર હિત અને ચિંતાના ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ વાત કરવામાં આવી. આમાં દક્ષિણ ચીન સાગર અને આતંકવાદનો મુદ્દો પણ સામેલ રહ્યો હતો. બંને પક્ષે ક્ષેત્રમાં એક નિયમ-આધારિત આદેશને મહત્ત્વ આપવા પર ભાર આપ્યો હતો.