- વડાપ્રધાનનો અમેરિકા પ્રવાસ
- ક્વાડ નેતાઓ સાથે કરશે બેઠક
- જો બાયડન સાથે પણ કરશે દ્વિ-પક્ષિય વાતચિત
ન્યૂઝ ડેસ્ક: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે સવારે અમેરિકાના પ્રવાસે જઇ રહ્યાં છે અને તેઓ 26મી ઑક્ટોબરે ભારત પરત આવશે. વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ મંગળવારે આ અંગે માહિતી આપી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાનની સાથે વિદેશપ્રધાન એસ. જય શંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સહિત એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધી મંડળ અમેરિકા જશે. વિદેશ સચિવે વધુમાં જણાવ્યું હતું કે આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડન સાથે દ્વિ પક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરશે સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્વાડ નેતાઓ સાથે બેઠકમાં પણ ભાગ લેશે. આ ઉપરાંત સંયુક્ત રાષ્ટ્રમહાસભાની બેઠકને પણ સંબોધિત કરશે.