ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Navy Day 2021: PM મોદી અને રાષ્ટ્રપતિ કોવિંદે નૌકાદળના જવાનોને અભિનંદન પાઠવ્યા

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે નૌકાદળ દિવસ(Navy Day 2021) પર દળના જવાનોને શુભેચ્છા પાઠવી હતી અને તેમના કાર્યની પ્રશંસા કરી હતી. PM મોદીએ કહ્યું(Wishing Naval Day to PM Modi),ભારતીય નૌકાદળનું ઉત્કૃષ્ટ યોગદાન ગર્વની વાત છે. રાષ્ટ્રપતિ કોવિંદે કહ્યું કે(Wishing Naval Day to President Kovinde), દરિયાઈ સુરક્ષા ઉપરાંત, નેવીએ કોવિડ સંકટનો સામનો કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

Navy Day 2021: PM મોદી અને રાષ્ટ્રપતિ કોવિંદે નૌકાદળના જવાનોને અભિનંદન પાઠવ્યા
Navy Day 2021: PM મોદી અને રાષ્ટ્રપતિ કોવિંદે નૌકાદળના જવાનોને અભિનંદન પાઠવ્યા

By

Published : Dec 4, 2021, 1:55 PM IST

  • વડા પ્રધાન નરેન્દ્ર મોદી નૌકાદળના જવાનોને શુભેચ્છા પાઠવી
  • નૌકાદળના જવાનોને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અભિનંદન પાઠવ્યા
  • ભારત અને પાકિસ્તાન વચ્ચેના 1971ના યુદ્ધને લઈને નેવી ડે ઉજવવામાં આવે છે

નવી દિલ્હી: ભારતીય નૌકાદળ દિવસ(Navy Day 2021) દર વર્ષે 4 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. તે 1971ના યુદ્ધમાં પાકિસ્તાની નૌકાદળ પર ભારતીય નૌકાદળની જીતની યાદમાં ઉજવવામાં આવે છે.વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે નૌકાદળ દિવસ પર દળના કર્મચારીઓની ઉત્કૃષ્ટ બહાદુરી અને વ્યાવસાયિકતાની પ્રશંસા કરી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નેવી ડે પર નૌકાદળ જવાનોનો શુભેચ્છા પાઠવી

PM મોદીએ ટ્વીટ કરીને કહ્યું(Wishing Naval Day to PM Modi), હેપ્પી નેવી ડે. ભારતીય નૌકાદળના ઉત્કૃષ્ટ યોગદાન પર અમને ગર્વ છે. આપણી નૌકાદળ તેની વ્યાવસાયિકતા અને અદમ્ય બહાદુરી માટે દરેક જગ્યાએ આદરણીય છે. કુદરતી આફતો જેવા સંકટ સમયે પણ આપણા નૌકાદળના જવાનો હંમેશા અગ્રણી ભૂમિકા ભજવે છે.

1971ના હુમલાની યાદીમાં નેવી ડેની ઉજવણી

આ ઉપરાંત, રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે શનિવારે કહ્યું કે, દેશની દરિયાઇ સુરક્ષા અને સમુદ્રમાં તેના હિતોની સુરક્ષા અને ભારતીય નૌકાદળે પણ કોવિડ સંબંધિત સંકટનો સામનો કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. નૌકાદળ દિવસ પર તમામ નૌકાદળના કર્મચારીઓ, ભૂતપૂર્વ સૈનિકો અને તેમના પરિવારોને અભિનંદન આપતા રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, "સમસ્ય ભારતીયો તમારી સેવા માટે આભારી છે."

ભારત અને પાકિસ્તાન વચ્ચેના 1971ના યુદ્ધ દરમિયાન કરાચી બંદર પર દળોના હુમલાની યાદમાં દર વર્ષે 4 ડિસેમ્બરે નેવી ડે(4 December navy day 2021) ઉજવવામાં આવે છે.

નેવી ડે પર રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદનું ટ્વિટ...

નેવી ડે પર, કોવિંદે ટ્વિટ કર્યું(Wishing Naval Day to President Kovinde), નેવીના તમામ કર્મચારીઓ, ભૂતપૂર્વ સૈનિકો અને તેમના પરિવારોને શુભેચ્છાઓ. દરિયાઈ ક્ષેત્રની સુરક્ષા અને દરિયામાં અમારા હિતોની રક્ષા કરવા ઉપરાંત, અમારી નૌકાદળે કોવિડ-19 સંબંધિત કટોકટીનો સામનો કરવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ભારતીયો તમારી સેવા માટે આભારી છે.

આ પણ વાંચોઃ BSF Foundation Day 2021: સ્થાપના દિવસ પર BSFના જાંબાઝ જવાનોને સલામ

આ પણ વાંચોઃ સુરતના રેનશિ વિસ્પી ખરાદીએ BSFના જવાનોને આપી મિક્સ માર્શલ આર્ટની ટ્રેનિંગ

ABOUT THE AUTHOR

...view details