ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પાકિસ્તાન સામેની રોમાંચક જીત બદલ પીએમ મોદીએ પાઠવ્યા અભિનંદન, તેંડુલકરે ટ્વીટ કરીને કહ્યું કે

એશિયા કપની પોતાની પ્રથમ મેચમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરવા આવેલી પાકિસ્તાનની ટીમ માત્ર 147 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. જવાબમાં ભારતની ટીમે પાંચ વિકેટ અને 2 બોલ બાકી રહેતા મેચ જીતી લીધી હતી. Asia Cup 2022 IND vs PAK, PM Modi congratulates on India s thrilling victory, Rahul gandhi congratulates team India

પીએમ મોદીએ પાઠવ્યા અભિનંદન
પીએમ મોદીએ પાઠવ્યા અભિનંદન

By

Published : Aug 29, 2022, 4:07 PM IST

નવી દિલ્હીઃએશિયા કપ (Asia Cup 2022 IND vs PAK ) 2022ની પોતાની પ્રથમ મેચમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ભારતીય ટીમને પાકિસ્તાન સામેની જીત બદલ અભિનંદન આપતાં કહ્યું કે, ટીમે જબરદસ્ત કૌશલ્ય અને ધીરજ દર્શાવી છે. મોદીએ વિજય બાદ ટ્વીટ કરીને કહ્યું (PM Modi congratulates on India s thrilling victory) કે, એશિયા કપ 2022ની આજે મેચમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કર્યું. ટીમે જબરદસ્ત કૌશલ્ય અને ધીરજ દર્શાવી હતી. તેમને જીત પર અભિનંદન.

આ પણ વાંચો:Reliance Agm 2022 મુકેશ અંબાણીએ 45મી AGMમાં ​​Jio 5Gની જાહેરાત કરી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ (Rahul gandhi congratulates team India) કર્યું, કેટલી રોમાંચક મેચ. ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું. રમતગમતની સુંદરતા એ છે કે, તેઓ કેવી રીતે રાષ્ટ્રને પ્રેરણા આપે છે અને એક કરે છે. ભારે આનંદ અને ગર્વની લાગણી. ગૃહપ્રધાન અમિત શાહે ટ્વીટ કર્યું, એશિયા કપમાં ભારતીય ટીમની શાનદાર શરૂઆત. ખૂબ જ રોમાંચક મેચ. આ શાનદાર જીત બદલ ટીમને અભિનંદન.

આ પણ વાંચો:ભારતે આપી પાકિસ્તાનને ધોબી પછાડ, 5 વિકેટે વિજય

સચિન તેંડુલકરે ટ્વીટ કરીને કહ્યું કે, દબાણમાં બંને ટીમોના ફાસ્ટ બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું. અમને અંત સુધી લઈ જવામાં હાર્દિકની નિર્ણાયક ઈનિંગ્સ સૌથી મહત્વપૂર્ણ હતી. જાડેજા અને વિરાટ પણ સારું રમ્યા હતા. વીરેન્દ્ર સેહવાગે કહ્યું, વાહ વાહ! તેજસ્વી હાર્દિક પંડ્યા. ભુવી તરફથી શાનદાર પ્રદર્શન, જદ્દુ અને કોહલી તરફથી પણ સારો સાથ. લાંબા સમય પછી #INDvsPAKની આવી રોમાંચક મેચ જોઈને આનંદ થયો. ખૂબ મજા આવી.

ભારતની જીત પર પ્રતિક્રિયા:ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરોએ પણ ભારતની જીત પર પ્રતિક્રિયા આપી હતી. તમને જણાવી દઈએ કે, આ મેચ પહેલા ભારત અને પાકિસ્તાન ગયા વર્ષે T20 વર્લ્ડ કપમાં આમને-સામને હતા. તે મેચમાં પાકિસ્તાને ભારતને હરાવી જૂનો રેકોર્ડ તોડ્યો હતો. પૂર્વ ભારતીય બોલર ઈરફાન પઠાણે કહ્યું છે કે, હાર પછી મળેલી જીતની મજા બમણી હોય છે.

ABOUT THE AUTHOR

...view details