નવી દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના નેપાળના સમકક્ષ શેર બહાદુર દેઉબાએ (PM MODI AND NEPAL DEUBA) આજે નેપાળમાં (Nepal PM Sher Bahadur Deuba) સંયુક્ત રીતે ક્રોસ-બોર્ડર પેસેન્જર ટ્રેન સેવાઓ, રુપે પેમેન્ટ સિસ્ટમનું ઉદ્ઘાટન કર્યું અને અનેક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા, બંને નેતાઓ વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક બાદ શનિવારે ભારતના જયનગર અને નેપાળમાં કુર્થા વચ્ચેની ટ્રેન સેવાઓનું ઉદ્ઘાટન કરવામાં (jointly inaugurate cross-border passenger train services) આવ્યું હતું. પેસેન્જર ટ્રેન સેવાઓ ભારતના અનુદાન હેઠળ બનાવવામાં આવી છે.
આ પણ વાંચો:Kejriwal-Mann Gujarat visit: અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને લીધી ગાંધી આશ્રમની મુલાકાત
હૈદરાબાદ હાઉસ ખાતે પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક: તેમણે સોલુ કોરિડોર 132 kV પાવર ટ્રાન્સમિશન લાઇન અને નેપાળમાં ભારત સરકારની ક્રેડિટ લાઇન હેઠળ બનેલા સબ-સ્ટેશનનું પણ ઉદ્ઘાટન કર્યું. આ ઉપરાંત નેપાળ ઈન્ટરનેશનલ સોલર એલાયન્સમાં જોડાયું. બંને નેતાઓએ શનિવારે દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક યોજી હતી. ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું, "અમારી બહુપક્ષીય ભાગીદારી પર વ્યાપક સંવાદ એજન્ડામાં છે." હૈદરાબાદ હાઉસ પહોંચતા પહેલા દેઉબાએ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી અને રાજઘાટ પર પુષ્પાંજલિ અર્પણ કરી.