- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરી
- અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ આતંકવાદને વધારવા માટે ન કરવો
- કોરોના વેક્સિન અને ભારતની આઝાદીના 75 વર્ષની પણ ચિંતા કરી
વોશિંગ્ટન: અમેરિકાના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરી. તેમણે આતંકવાદના મુદ્દે પ્રહાર કરતા કહ્યું કે, અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ આતંકવાદને વધારવા માટે ન કરવો જોઇએ. તેમણે કહ્યું કે, કોરોના વેક્સિન અને ભારતની આઝાદીના 75 વર્ષની પણ ચિંતા કરી. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે મુલાકાત કરી હતી. અમેરિકાના પ્રવાસે જતા પહેલા વડાપ્રધાન મોદીએ અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હૈરિસ સાથે પણ મુલાકાત કરી હતી.
વડાપ્રધાને પાકિસ્તાન પર આડકતરો પ્રહાર કર્યો
સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાનનું નામ લીધા વિના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તીખો પ્રહાર કર્યો. તેમણે સાફ શબ્દોમાં કહ્યું કે, જે આતંકવાદનો ઉપયોગ કરી રહ્યા છે, તેમના માટે પણ ખતરો ઉભો થયો છે. વધુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદ મુદ્દા પર પણ પ્રહાર કરતા કહ્યું કે, એ સુનિશ્ચિત કરવું ઘણુ જરૂરી છે કે અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ આતંકવાદ ફેલાવવા અને આતંકવાદી ગતિવિધિયો માટે ન કરો.
ભારતે કર્યું પ્રથમ ડીએનએ આધારિત વેક્સિનનું નિર્માણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યૂએનજીએમાં કહ્યું કે, સેવા પરમો ધર્મ અંતર્ગત ભારત વેક્સિનેશનમાં લાગેલું છે. ભારતે દુનિયાની પ્રથમ ડીએનએ આધારિત વેક્સિનનું નિર્માણ કરી લીધુ છે. સાથે જ ફરીથી વેક્સિનનો એક્સપોર્ટ પણ શરૂ થઇ ચૂક્યો છે. હું યૂએનજીએને જાણકારી આપવા માંગુ છું કે, ભારતે દુનિયાની પ્રથમ DNA વેક્સિન વિકસીત કરી લીધી છે. જેને 12 વર્ષથી વધુની વયના લોકોને લગાવી શકાશે.
ભારતનું વેક્સિન ડિલીવરી પ્લેટફોર્મ ડિજિટલ સહાયતા આપે છે
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારતના લોકતંત્રની તાકાત છે કે, એક નાનો બાળક જે ક્યારેક એક રેલવે સ્ટેશન પર ટી સ્ટોલમાં પોતાના પિતાની મદદ કરી રહ્યો હતો જે આજે ચોથીવાર ભારતના વડાપ્રધાન તરીકે UNGAને સંબોધિત કરી રહ્યો છે. ભારતનું વેક્સિન ડિલીવરી પ્લેટફોર્મ કોવિન એક જ દિવસમાં કરોડો વેક્સિન ડોઝ લગાવવા માટે ડિજિટલ સહાયતા આપી રહ્યું છે
આ જ વર્ષે 15 ઓગસ્ટે ભારતે આઝાદીના 75 વર્ષમાં પ્રવેશ કર્યો છે
નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં વધુમાં કહ્યું કે, ભારત લોકતંત્રની જનની છે અને હું પ્રતિનિધિ કરી રહ્યો છું. તેમણે કહ્યું કે, આ જ વર્ષે 15 ઓગસ્ટે ભારતે આઝાદીના 75 વર્ષમાં પ્રવેશ કર્યો છે. અમારી વિવિધતા અમારા લોકતંત્રની ઓળખાણ છે. આપણી વિવિધતા, આપણી સશક્ત લોકતંત્રની ઓળખાણ છે. એક એવો દેશ જેમાં ઘણી ભાષા છે, સેંકડો બોલી છે, અલગ-અલગ રહેણી-કરણી, ખાણી-પીણી છે. આ વાઇબ્રન્ટ ડેમોક્રેસીનું ઉદાહરણ છે.
અમારું "આત્મનિર્ભર ભારત અભિયાન" આ જ ભાવનાથી પ્રેરાયેલું છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોના મહામારીએ દુનિયાને શીખવાડ્યું છે કે, વૈશ્વિક અર્થવ્યવસ્થાને વધુ વિવિધતાપૂર્ણ બનાવવામાં આવે, તેથી વૈશ્વિક મૂલ્ય શ્રૃંખલાઓનો વિસ્તાર ઘણો મહત્વપૂર્ણ છે. અમારું "આત્મનિર્ભર ભારત અભિયાન" આ જ ભાવનાથી પ્રેરાયેલું છે. સ્વતંત્રતાના 75 વર્ષના અવસરે ભારત ભારતીય વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલા 75 ઉપગ્રહોને અંતરિક્ષમાં લોન્ચ કરવા જઇ રહ્યા છે. વધુમાં નરેન્દ્ર મોદીએ કહ્યું કે, દુનિયા સામે ચરમપંથનો ખતરો વધતો જઇ રહ્યો છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ, પ્રગતિવાદી વિચારને વધારવાનું જરૂરી થઇ ગયું છે.