નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) શનિવારે રાત્રે રાષ્ટ્રને તેમના સંબોધનમાં (Pm Modi Addresses Nation) જાહેરાત કરી હતી કે, 3 જાન્યુઆરીથી 15 વર્ષથી 18 વર્ષની વયના બાળકોને રસી આપવામાં આવશે. તેમણે કહ્યું કે, સરકારે નિર્ણય લીધો છે કે 10 જાન્યુઆરીથી ફ્રન્ટલાઈન વર્કર્સને હેલ્થ કેર અને ફ્રન્ટલાઈન વર્કર્સને પ્રી-કૉશન ડોઝ જૅબ (Precaution Dose Jabs) આપવામાં આવશે. આ સાથે જ 10 જાન્યુઆરીથી 60 વર્ષથી વધુ ઉંમરના અથવા ગંભીર બીમારીથી પીડિત વૃદ્ધોને પણ ડૉક્ટરની સલાહ પર પ્રી-કન્સ્યુશન ડોઝ એટલે કે બૂસ્ટર ડોઝ આપવામાં આવશે.
ફ્રન્ટલાઈન કામદારો માટે પણ રસીના સાવચેતી ડોઝ શરૂ કરાશે: નરેન્દ્ર મોદી
કોરોના સામેની લડાઈમાં આરોગ્ય કર્મચારીઓ અને અગ્ર હરોળના જવાનોના યોગદાનને યાદ કરતા વડાપ્રધાને કહ્યું કે, દેશને સુરક્ષિત રાખવામાં તેમનું મોટું યોગદાન છે. વડાપ્રધાને કહ્યું તેથી સાવચેતીના દૃષ્ટિકોણથી સરકારે નિર્ણય લીધો છે કે આરોગ્યસંભાળ અને ફ્રન્ટલાઈન કામદારો માટે પણ રસીના સાવચેતી ડોઝ શરૂ કરવામાં આવશે. તે 2022માં 10 જાન્યુઆરી સોમવારના રોજ શરૂ થશે.
વડાપ્રધાને દેશવાસીઓને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી
આ સાથે જ વડાપ્રધાન મોદીએ જાહેરાત કરી હતી કે, 60 વર્ષથી વધુ ઉંમરના સહ- રોગ ધરાવતા નાગરિકો માટે તેમના ડૉક્ટરની સલાહ પર રસીના સાવચેતી ડોઝનો વિકલ્પ પણ તેમના માટે ઉપલબ્દ્ધ રહેશે. આ પણ 10 જાન્યુઆરીથી ઉપલબ્દ્ધ થશે. આ નિર્ણય માત્ર કોરોના વાઈરસ સામેની દેશની લડાઈને જ મજબૂત નહીં બનાવે તેનાથી શાળા- કોલેજોમાં જતા બાળકો અને તેમના માતા- પિતાની ચિંતા પણ ઓછી થશે. આ અવસર પર તેમણે દેશવાસીઓને કોઈપણ પ્રકારની અફવાથી દૂર રહેવા અને કોરોનાના નવા સ્વરૂપ ઓમિક્રોનથી સતર્ક રહેવા અનુરોધ કર્યો હતો.