- પાર્ટીના 42માં સ્થાપના દિવસે વડાપ્રધાન મોદીએ પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધિત કર્યા
- પાર્ટીના કાર્યકર્તાઓના કાર્યની સરાહના કરાઈ
- પરિવારવાદ અને વંશવાદ પર સાધ્યું નિશાન
નવી દિલ્હી: વડાપ્રધાન મોદીએ ભાજપના સ્થાપના દિવસ નિમિત્તે દેશભરમાં પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ પાર્ટી મુખ્યાલયમાં ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જી અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયને શ્રદ્ધાંજલિ આપી હતી.
પાર્ટીની ગૌરવશાળી યાત્રાને આજે 42 વર્ષ પૂર્ણ
કાર્યકર્તાને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ બધાને ભાજપ સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી હતી. તેઓએ કહ્યું કે, પાર્ટીની ગૌરવશાળી યાત્રાને આજે 42 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ 42 વર્ષ આ વાતના સાક્ષી છે કે પાર્ટી સેવા અને સમર્પણ સાથે કેવી રીતે કાર્ય કરે છે.
આ પણ વાંચો: ભાજપ સ્થાપના દિવસ: વડાપ્રધાન મોદી કાર્યકર્તાઓને સંબોધિત કરશે
ભાજપને ચૂંટણી જીતવા પર ચૂંટણીને જીતવા માટેનું મશીન કહેવામાં આવે છે
કાર્યકરોને સંબોધન કરતી વખતે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આપણી સરકારનું મૂલ્યાંકન તેમની ડિલિવરી સિસ્ટમથી થઈ રહ્યું છે. તે દેશમાં સરકારોની કામગીરીનું નવું સૂત્ર બની રહ્યું છે. આ હોવા છતાં, કમનસીબી એ છે કે જો ભાજપ ચૂંટણીમાં વિજય મેળવે છે, તો તેને ચૂંટણીને જીતવા માટેનું મશીન કહેવામાં આવે છે.
વિરોધીઓ પર સાધ્યું નિશાન
વડાપ્રધાન મોદીએ તેમના સંબોધનમાં કહ્યું કે, અમે ખુલ્લા દિલથી ભાજપના વિરોધીઓનું પણ સમ્માન કરીએ છીએ, તેમનું સમ્માન કરીએ છીએ. ભારત રત્નથી લઈને પદ્મ પુરસ્કાર તેમનું ઉદાહરણ છે. પદ્મ પુરસ્કારમાં જે અમે બદલાવ કર્યા છે તે પોતાનામાં જ એક કથા છે.