- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું વેબિનારમાં સંબોધન
- ઉત્પાદનક્ષેત્ર સંબંધિત પ્રોત્સાહક યોજનાઓ વિશે વાત કરી
- દેશ સ્વયં બ્રાન્ડ બન્યો છે, ગુણવત્તા અને કાર્યક્ષમતા વધારવા અનુરોધ કર્યો
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્પાદન સંબંધિત પ્રોત્સાહક યોજનાઓ અંગે વેબિનારને સંબોધન કર્યું હતું. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે દેશનું બજેટ અને દેશ માટે નીતિ નિર્ધારણ માત્ર સરકારી પ્રક્રિયા બની ન રહેતાં દેશના વિકાસ સાથે સંકળાયેલા દરેક હિસ્સેદારોને તેમાં અસરકારકપણે જોડવા જોઇએ. આ પ્રકારના કાર્યને આગળ વધારતાં મેકિંગ ઇન ઇન્ડિયાને શક્તિ પ્રદાન કરતાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રના મહત્વના સાથીઓ સાથે ચર્ચા થઈ રહી છે.
આ પણ વાંચોઃશનિવારે PM મોદીનું ઓલ ઈન્ડિયા કમાન્ડર કોન્ફરન્સમાં આગમન થશે, જૂઓ કોન્ફરન્સની વિશેષતાઓ
- ઉત્પાદનક્ષેત્રની પ્રગતિ રોજગાર સંર્જન કરે છે
પીએમ મોદીએ કહ્યું કે આપણી સમક્ષ દુનિયાભરના ઉદાહરણ છે કે કેટલાક દેશોએ પોતાની ઉત્પાદન ક્ષમતા વધારીને દેશના વિકાસને ગતિ આપી છે. ઉત્પાદનમાં વધતી ક્ષમતા દેશમાં રોજગારી સર્જે છે. ભારત આ દ્રષ્ટિકોણથી કામ કરવા ઇચ્છે છે. આ રીતે સરકારે આ ક્ષેત્રમાં એક બાદ એક સુધારા કર્યાં છે. અમે શૂન્ય પ્રભાવ શૂન્ય દોષની અપેક્ષા કરીએ છીએ. આપણાં ઉત્પાદનો કિંમત, ગુણવત્તા અને કાર્યક્ષમતાની બાબતે વૈશ્વિક બજારમાં છાપ છોડે તેવા જોઈએ અને આ શક્ય બને તે માટે આપણે સાથે મળીને કામ કરવું જોઈએ. આપણાં ઉત્પાદનો વપરાશકર્તાઓ માટે સરળ, સૌથી વધુ આધુનિક, સસ્તાં અને ટકાઉ હોવા જોઈએ. અમારી સરકાર માને છે કે દરેક બાબતમાં સરકારી દખલ ઉકેલો કરતાં વધુ સમસ્યાઓ ઉભી કરે છે. તેથી, અમે સ્વનિયમન, સ્વપ્રમાણિતતા અને સ્વપ્રમાણપત્ર પર ભાર આપી રહ્યાં છીએ.
- પીએલઆઈથી થનારા લાભ અંગે માહિતગાર કર્યાં