ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વડાપ્રધાન મોદીની મન કી બાત, કોરોના સંક્રમણ અને ઓક્સિજનની અછત પર કરી શકે છે વાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રવિવારે 76મી વખત રેડિયો પર 'મન કી બાત' રજૂ કરશે. આ દરમિયાન, તેઓ દેશમાં કોરોના સંક્રમણ અને ઓક્સિજનની અછત પર ચર્ચા કરી શકે છે.

વડાપ્રધાન મોદીની મન કી બાત, કોરોના સંક્રમણ અને ઓક્સિજનની અછત પર કરી શકે છે વાત
વડાપ્રધાન મોદીની મન કી બાત, કોરોના સંક્રમણ અને ઓક્સિજનની અછત પર કરી શકે છે વાત

By

Published : Apr 25, 2021, 9:34 AM IST

  • વડાપ્રધાન મોદીનો આજે રવિવારે સવારે 11 વાગ્યે 'મન કી બાત'નો આ 76મો એપિસોડ
  • કોરોના સક્રમણ, વેક્સિન અને ઓક્સિજનની અછત અંગે પોતાની વાત મૂકી શકે છે
  • વડાપ્રધાને અગાઉ 28 માર્ચે 'મન કી બાત' કાર્યક્રમ દ્વારા લોકોને સંબોધન કર્યું હતું

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રવિવારે સવારે 11 વાગ્યે રેડિયો પર 'મન કી બાત' કાર્યક્રમ દ્વારા રાષ્ટ્રને સંબોધન કરશે. આ દરમિયાન, વડાપ્રધાન મોદી દેશમાં વાયુવેગે ફેલાતા કોરોના સક્રમણ, વેક્સિન અને ઓક્સિજનની અછત અંગે લોકો સાથે પોતાની વાત મૂકી શકે છે.

આ પણ વાંચો:મન કી બાત: 75મી વખત દેશવાસીઓને સંબોધન કરશે વડાપ્રધાન મોદી

મન કી બાતનો 76મો એપિસોડ

મળતી માહિતી મુજબ, વડાપ્રધાન મોદીના માસિક રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'નો આ 76મો એપિસોડ હશે. લોકો આ કાર્યક્રમ ઓલ ઇન્ડિયા રેડિયો અને દૂરદર્શન (DD) પર સાંભળી શકે છે. વધુમાં, આ પ્રોગ્રામને ફોન પર પણ સાંભળી શકો છો. આ માટે, 1922 નંબર ડાયલ કરવો પડશે. તે પછી તમને એક કોલ આવશે, જેમાં તમે તમારી ભાષા પસંદ કરી શકો છો. આ પછી, તમે તમારી પ્રાદેશિક ભાષામાં 'મન કી બાત' કાર્યક્રમ સાંભળી શકો છો.

આ પણ વાંચો:વડાપ્રધાન મોદીનો લોકોને આગ્રહ, 'મન કી બાત' માટે વિચારો સૂચવો

કોરોના પર વાત કરી શકે છે

આ કાર્યક્રમ દર મહિનાના અંતિમ રવિવારે પ્રસારિત થાય છે. જેમાં, વડાપ્રધાન મોદી દેશના મોટા મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય લોકોની સામે રાખે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અગાઉ 28 માર્ચે 'મન કી બાત' કાર્યક્રમ દ્વારા લોકોને સંબોધન કર્યું હતું. એવું માનવામાં આવે છે કે, વડાપ્રધાન મોદી સરકાર દ્વારા કોરોના સંક્રમણ અને આ સાથે સંકળાયેલી બાબતોને લોકો સમક્ષ મૂકી શકે છે. આ સાથે, કોરોના મહામારીમાં હીરો તરીકે ઉભરી રહેલા લોકોની વાર્તા પણ લોકો સમક્ષ રજૂ કરી શકાય છે.

ABOUT THE AUTHOR

...view details