- આ યોજના ગરીબો અને ખાસ કરીને મધ્યમ વર્ગના પરિવારો માટે સાથી બની છે
- આ દવાઓ બજારના દરો કરતા 50 ટકાથી 90 ટકા સસ્તી છે
- ગરીબોને મોંઘી દવાઓથી બચાવવા જન ઔષધિ કેન્દ્રો ખોલ્યા
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી જન ઔષાધિ દિવસની ઉજવણી કરીને સંબોધન કર્યું હતુ. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, જન ઔષધિ જ્યોતિ અને જન ઔષધિ સારથી, આ ત્રણ મહત્વપૂર્ણ સન્માન મેળવનારા તમામ સાથીઓને હું અભિનંદન આપું છું.
આ યોજના ગરીબો અને ખાસ કરીને મધ્યમ વર્ગના પરિવારો માટે સાથી બની છે
વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, જન ઔષાધિ યોજનાને દેશના દરેક ખૂણામાં ચલાવનાર અને કેટલાક લાભાર્થીઓ સાથે વાત કરવાની મને આજે તક મળી છે અને જે ચર્ચા થઈ છે તેમાં સ્પષ્ટ છે કે આ યોજના ગરીબો અને ખાસ કરીને મધ્યમ વર્ગના પરિવારો માટે સાથી બની રહી છે.