ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Gurpurab 2021: વડાપ્રધાન મોદી લખપત સાહિબ ગુરુદ્વારામાં આયોજિત સમારોહને કરશે સંબોધિત - લખપત સાહિબ ગુરુદ્વારા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) આજે ગુજરાતના કચ્છમાં ગુરુદ્વારા લખપત સાહિબ (Gurudwara Lakhpat Sahib) ખાતે ગુરુ નાનક દેવજીના ગુરપુરબ સમારોહને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કરશે.

Gurpurab 2021
Gurpurab 2021

By

Published : Dec 25, 2021, 10:30 AM IST

Updated : Dec 25, 2021, 10:43 AM IST

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM MODI ADDRESS GURPURAB CELEBRATIONS) શનિવારે પ્રથમ શીખ ગુરુ નાનક દેવની 552મી જન્મજયંતિ (552nd Birth Anniversary of Guru Nanak Dev) નિમિત્તે ગુજરાતના કચ્છમાં લખપત સાહિબ ગુરુદ્વારા ખાતે ગુરુ પુરબ ઉજવણીને સંબોધિત કરશે. વડાપ્રધાન કાર્યાલયે (PMO) શુક્રવારે એક નિવેદન જારી કરીને આ જાણકારી આપી હતી. PMOએ જણાવ્યું કે, વડાપ્રધાન મોદી 25 ડિસેમ્બરે બપોરે 12.30 વાગ્યે ગુજરાતના કચ્છ સ્થિત ગુરુદ્વારા લખપત સાહિબમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુરુ નાનક દેવજીના ગુરુ પરબની ઉજવણીને સંબોધિત કરશે.

શીખો લખપત સાહિબ ગુરુદ્વારામાં ગુરુ નાનક દેવજીના ગુરુ પરબની ઉજવણી કરે છે

PMOએ જણાવ્યું કે, દર વર્ષે 23 ડિસેમ્બરથી 25 ડિસેમ્બર સુધી ગુજરાતમાં શીખો લખપત સાહિબ ગુરુદ્વારામાં (Gurudwara Lakhpat Sahib) ગુરુ નાનક દેવજીના ગુરુ પરબની ઉજવણી કરે છે. ગુરુ નાનક દેવ લખપત ગુરુદ્વારા સાહિબમાં (GURPURAB CELEBRATIONS AT GUJARAT GURUDWARA) રોકાયા હતા. તેમની કેટલીક વસ્તુઓ ગુરુદ્વારા લખપત સાહિબમાં રાખવામાં આવી છે. જેમાં ખડાઉન, પાલખી અને હસ્તપ્રતોનો સમાવેશ થાય છે. કેટલીક હસ્તપ્રતો ગુરુમુખી લિપિમાં છે.

વડાપ્રધાનની શ્રદ્ધા અન્ય તાજેતરના પ્રસંગો પર પણ પ્રતિબિંબિત થઈ

આ ગુરુદ્વારાને પણ વર્ષ 2001માં આવેલા ભૂકંપથી નુકસાન થયું હતું. બાદમાં ગુજરાતના તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું. PMOએ જણાવ્યું કે, આ પહેલ શીખ સંપ્રદાય પ્રત્યે વડાપ્રધાનની ઊંડી શ્રદ્ધા દર્શાવે છે. તેમની શ્રદ્ધા અન્ય તાજેતરના પ્રસંગો પર પણ પ્રતિબિંબિત થઈ હતી, જેમ કે ગુરુ નાનક દેવજીનું 550મું પ્રકાશ પર્વ, ગુરુ ગોવિંદ સિંઘજીનું 350મું પ્રકાશ પર્વ અને ગુરુ તેગ બહાદુરનું 400મું પ્રકાશ પર્વ. અત્રે ઉલ્લેખનીય છે કે પંજાબમાં આવતા વર્ષની શરૂઆતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.

આ પણ વાંચો: Gurpurab Celebration At Lakhpat Gurudwara: જાણો લખપત ગુરુદ્વારા સાહિબની ઐતિહાસિક વાતો

આ પણ વાંચો:Birth Anniversary: પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનો આજે જન્મદિવસ, જૂનાગઢમાં પ્રસંશકો દ્વારા મીઠા સંભારણા

Last Updated : Dec 25, 2021, 10:43 AM IST

ABOUT THE AUTHOR

...view details