- વડાપ્રધાન મોદીના રાષ્ટ્રજોગ સંબોધન પર કોંગ્રેસના પ્રહાર
- 18 વર્ષથી વધુ વયના લોકોના વેક્સિનેશન માટે અમે વારંવાર માગ કરી હતીઃકોંગ્રેસ
- વેક્સિન દરેક માટે મફત છે તો ખાનગી હોસ્પિટલ પૈસા કેમ લેશેઃ કોંગ્રેસ
નવી દિલ્હીઃ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ આરોપ લગાવ્યો હતો કે, વડાપ્રધાને દેશમાં પેહલાના વેક્સિનેશન કાર્યક્રમ અંગે ટિપ્પણી કરીને ભૂતકાળની ચૂંટાયેલી સરકારો અને વૈજ્ઞાનિકોનું અપમાન કર્યું છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, મનમોહન સિંહ, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ છેલ્લા ઘણા મહિનાઓમાં વારંવાર માગ રાખી હતી કે, 18 વર્ષથી વધુ વયના લોકોને વિનામૂલ્યે વેક્સિન આપવી જોઈએ, પરંતુ મોદી સરકારે તેનો ઈનકાર કરી દીધો હતો. પછી સુપ્રીમ કોર્ટે વડાપ્રધાન મોદી અને તેમની સરકારને કટઘરામાં ઉભા કરી દીધા હતા.
આ પણ વાંચો-જામનગર આમ આદમી પાર્ટીના નવનિયુક્ત શહેર પ્રમુખે Etv ભારત સાથે કરી ખાસ વાતચિત
વડાપ્રધાન મોદી પોતાના જ મોઢે પોતાના વખાણ કરે છેઃ કોંગ્રેસ મહાસચિવ
કોંગ્રેસ મહાસચિવે જણાવ્યું હતું કે, અત્યારે ખુશી છે કે, દરેક નાગરિકને મફત વેક્સિન આપવાની માગને સરકારે અધૂરી રીતે માની તો લીધી. વડાપ્રધાન આજે પણ પોતાના મોઢે મિયા મિઠ્ઠુ બનેલા છે. દેર આએ પર પૂરી તરહ દુરસ્ત નહીં આએ. છેલ્લા 6 મહિનામાં વેક્સિનેશનની ત્રણ વાર નીતિઓ બદલીને લાખો લોકોના જીવનને જોખમમાં નાખવા માટે મોદીને જવાબદાર કેમ ન ઠેરવવામાં આવ્યા ?