ઢાકા:વડાપ્રધાન શેખ હસીનાની સોમવારથી શરૂ થતી નવી દિલ્હીની મુલાકાત દરમિયાન બાંગ્લાદેશ અને ભારત જળ વ્યવસ્થાપન, રેલ્વે અને વિજ્ઞાન અને ટેક્નોલોજી સહિતના અનેક ક્ષેત્રોમાં સાત કરારો કરે તેવી શક્યતા છે. વિદેશ મંત્રી એ.કે. અબ્દુલ મોમેનને (Foreign Minister AK Abdul Momen) રવિવારે આ માહિતી આપી હતી. હસીના તેમના ભારતીય સમકક્ષ નરેન્દ્ર મોદીના આમંત્રણ પર સોમવારે ચાર દિવસની મુલાકાતે નવી દિલ્હી જવા રવાના થશે.
બાંગ્લાદેશના PM શેખ હસીના ભારતની મુલાકાતે, નરેન્દ્ર મોદી સાથે કરશે આ સાત કરાર - Seven agreements between PM Hasina and modi
બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના સોમવારથી ભારતના પ્રવાસે આવી રહ્યા છે. આ ચાર દિવસીય મુલાકાત દરમિયાન અનેક કરારો પર હસ્તાક્ષર થવાની આશા છે. Bangladesh PM Sheikh Hasina on a visit to India, Seven agreements between PM Hasina and PM Narendra modi
ઈંધણ પર વાતચીત થવાની સંભાવના 'ડેલી સ્ટાર' અખબારે (Daily Star newspaper) વિદેશમંત્રી એકે અબ્દુલ મોમેનને ટાંકીને કહ્યું, 'અમને આશા છે કે, આ યાત્રા સફળ રહેશે. તે અમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં મદદ કરશે. તેણે કહ્યું કે, બંને પક્ષો વચ્ચે ઈંધણ પર વાતચીત થવાની સંભાવના છે. તેમણે કહ્યું કે, MOUમાં જળ વ્યવસ્થાપન, વિજ્ઞાન અને ટેકનોલોજી, રેલ્વે, કાયદો, માહિતી અને પ્રસારણ જેવા ક્ષેત્રોને આવરી લેવાની અપેક્ષા છે.
ત્રણ વર્ષ બાદ ભારતની મુલાકાતે અખબાર અનુસાર, હસીના અને મોદી વચ્ચેની વાતચીત દરમિયાન સુરક્ષા સહયોગ, રોકાણ, વેપાર સંબંધો, પાવર અને એનર્જી સેક્ટરમાં સહયોગ, સમાન નદીઓની વહેંચણી, જળ સંસાધન વ્યવસ્થાપન, સરહદ વ્યવસ્થાપન, ડ્રગની હેરાફેરી અને માનવ તસ્કરી જેવા મુદ્દાઓને પ્રાથમિકતા મળવાની (Seven agreements between PM Hasina and PM Narendra modi) સંભવના છે. મોમેને કહ્યું કે, યુક્રેનની કટોકટી, વૈશ્વિક આર્થિક મંદી અને કોવિડ-19 રોગચાળાને પગલે તેમની આ મુલાકાત પણ મહત્વની છે કારણ કે, બંને દક્ષિણ એશિયાઈ દેશો પડોશી દેશો દ્વારા સામનો કરી રહેલા પડકારોનો સામનો કરવા માટે સહયોગ વધારવા માંગે છે. ત્રણ વર્ષ બાદ વડાપ્રધાન શેખ હસીનાની આ પ્રથમ ભારત મુલાકાત હશે. તે 2019માં ભારત આવ્યા હતા. પોતાની મુલાકાત દરમિયાન હસીના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરને પણ મળશે ઉપરાંત તેના ભારતીય સમકક્ષ સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે.