- વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 નવેમ્બરે (બેસતા વર્ષે) દર્શન માટે આવશે કેદારનાથ
- ચમોલી જિલ્લા તંત્રએ ગૌચરમાં વૈકલ્પિક વ્યવસ્થા તરીકે તૈયારીઓ કરી પૂર્ણ
- કેદારનાથમાં વાતાવરણ ખરાબ હશે તો વડાપ્રધાન ગૌચરમાં કરી શકે છે લેન્ડિંગ
ચમોલી (ઉત્તરાખંડ): વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આવતીકાલે 5 નવેમ્બરે (બેસતા વર્ષે) કેદારનાથના પ્રવાસે (Kedarnath Tour) આવી રહ્યા છે. તેવામાં ચમોલી જિલ્લા તંત્રએ ગૌચરમાં વૈકલ્પિક વ્યવસ્થા તરીકે તમામ તૈયારી પૂર્ણ કરી લીધી છે. જો કેદારનાથમાં વાતાવરણ ખરાબ થાય તો વૈકલ્પિક વ્યવસ્થા તરીકે વડાપ્રધાન ગૌચરમાં લેન્ડ કરી શકે છે, જેને લઈને ચમોલીના ગૌચરમાં તંત્ર દ્વારા આ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો-દેશભરમાં ઉજવાઈ રહ્યો છે રોશનીનો તહેવાર દિવાળી, PM મોદી સહિતના દિગ્ગજોએ આપી શુભેચ્છાઓ
વડાપ્રધાન માટે ગૌચરમાં વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ
વડાપ્રધાનના પ્રવાસ દરમિયાન કેદારનાથમાં વાતાવરણ ખરાબ થવા કે અન્ય સંભવિત કારણોથી ગૌચરમાં હેલિકોપ્ટર લેન્ડિંગની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ અહીં હેલિકોપ્ટરની રિફ્યુલિંગ પણ કરવામાં આવશે. ગૌચરમાં વૈકલ્પિક રીતે સેફ હાઉસ, PM ઓફિસ અને અન્ય તમામ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. DIG અને એસપી યશવંત ચૌહાણે તમામ જવાનોને VVIP ડ્યૂટી દરમિયાન પૂરી સતર્કતા અને ચોકસાઈ રાખવાનો નિર્દેશ આપ્યો છે.