ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોરોનાના વધતા કેસો અંતર્ગત વડાપ્રધાન મોદીએ બોલાવી મુખ્યપ્રધાનોની બેઠક

દેશમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 17 માર્ચે મુખ્યપ્રધાનોની વર્ચ્યુઅલ બેઠક બોલાવી છે. ઉલ્લેખનીય છે કે, 17 માર્ચે યોજાનારી બેઠકમાં તમામ રાજ્યોમાંથી ત્યાંની પરિસ્થિતિ વિશે માહિતી લેવામાં આવશે અને સૂચનો પણ લેવામાં આવશે. રાજ્યોના સૂચનોના આધારે કોરોનાને ફરીથી વધતા અટકાવવા વ્યૂહરચના બનાવવામાં આવશે.

વડાપ્રધાન મોદી
વડાપ્રધાન મોદી

By

Published : Mar 16, 2021, 7:04 AM IST

Updated : Mar 16, 2021, 12:36 PM IST

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 17 માર્ચે મુખ્યપ્રધાનોની વર્ચ્યુઅલ બેઠક બોલાવી
  • કોરોનાના વધતા જતાં કેસોને અટકાવવા વડાપ્રધાન મોદીએ બોલાવી છે વર્ચ્યુઅલ બેઠક
  • બેઠકમાં બધા જ રાજ્યો અંગે ત્યાંની પરિસ્થિતી વિશે જાણકારી મેળવવામાં આવશે

નવી દિલ્હી: દેશમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 17 માર્ચે મુખ્યપ્રધાનોની વર્ચ્યુઅલ બેઠક બોલાવી છે. દેશમાં 11 વાગ્યે વર્ચ્યુઅલ બેઠક શરૂ થશે. આ સમય દરમિયાન મુખ્યપ્રધાનો સાથે અસરકારક સંચાલન અને કોરોના રસીકરણ અંગે પણ ચર્ચા કરવામાં આવશે.

કોરોનાના વધતા જતાં કેસોને અટકાવવા વડાપ્રધાન મોદીએ બોલાવી છે વર્ચ્યુઅલ બેઠક

વડાપ્રધાન મોદી આ પહેલા જ કોરોના કાળમાં કેટલીયેવાર મુખ્યપ્રધાનો સાથે વીડિયો કોન્ફરન્સિંગથી ચર્ચા કરી વૈશ્વિક મહામારીને રોકવા માટે રણનીતિ બનાવી ચૂક્યા છે.

આ પણ વાંચો:કોરોના પર નિયંત્રણ મેળવવા PM મોદીએ રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે વીડિયો કોન્ફરન્સથી બેઠક કરી

બેઠકમાં બધા જ રાજ્યો અંગે ત્યાંની પરિસ્થિતી વિશે જાણકારી મેળવવામાં આવશે

આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ, 17 માર્ચના રોજ થનારી બેઠકમાં બધા જ રાજ્યો અંગે તેની પરિસ્થિતી વિશે જાણકારી અને તેના અંગે સૂચનો પણ લેવામાં આવશે. રાજ્યોના સૂચનોના આધારે કોરોનાને ફરીથી વધતા અટકાવવા વ્યૂહરચના બનાવવામાં આવશે.

આ પણ વાંચો:વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે બેઠક

જાણો હાલમાં કોરોનાના કેસની સંખ્યા

દેશમાં હાલમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 2,19,262 છે જ્યારે હાલ દેશમાં કુલ કોરોનાના કેસની સંખ્યા 1,13,85,339 છે.

આ પણ વાંચો:કોરોના સંકટ: PM મોદીની સમીક્ષા બેઠક, દિલ્હી પર વિશેષ ધ્યાન આપવાનો આદેશ

Last Updated : Mar 16, 2021, 12:36 PM IST

ABOUT THE AUTHOR

...view details