અમદાવાદ- પાટીદાર અનામત આંદોલન બાદ થયેલા વિવિધ કેસોને લઈને મોટા સમાચાર મળી રહ્યાં છે. પાટીદાર અનામત આંદોલન દરમિયાન કરવામાં આવેલા કેસોને (Patidar Anamat Andolan Cases) લઈને રાજ્ય સરકારે કોર્ટમાં અરજીઓ દાખલ કરી છે. જેમાં હાર્દિક પટેલ (Cases on Hardik Palel)અને અન્યો સામે રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ કેસ પરત ખેંચવા અંગે સરકારની અરજીને (Metro Court Rejected case withdrawal Agaisnt Hardik Pate) અમદાવાદની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ (Ahmedabad Metro Court Hearing) ફગાવી દીધી છે.
કોર્ટે કરી તાકીદ - મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે આ સિવાય 2 મેના રોજ આ કેસમાં તહોમતનામું સંભળાવવાનું હોવાથી તમામ આરોપીઓને હાજર રહેવા પણ કોર્ટે તાકીદ કરી છે.
આ પણ વાંચોઃ હાર્દિક પટેલનો વોટ્સએપ પર ભગવા ખેસ પહેરેલો ફોટો, સવાલ કર્યો તો કહ્યુ કે...
2015નું પાટીદાર અનામત આંદોલન - વર્ષ 2015માં થયેલા પાટીદાર અનામત આંદોલને ખૂબ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. 20 માર્ચ 2017માં વસ્ત્રાલના તત્કાલીન સમયના કોર્પોરેટર પરેશ પટેલના ઘરે હાર્દિક પટેલ (Cases on Hardik Palel) અને અન્ય 21 લોકો દ્વારા હુમલો કરાયો હતો અને તેમજ ભાજપનો ઝંડો પણ ફાડી નાખ્યો હતો. સાથે તોડફોડ કરીને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. જેને લઇને પરેશ પટેલે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને હાર્દિક પટેલ સહિત અન્ય 10 સામે કેસ (Patidar Anamat Andolan Cases)નોંધાયો હતો. જે ફરિયાદ બાબતે કેસ પરત ખેંચવા માટે સરકારે અરજી (Metro Court Rejected case withdrawal Agaisnt Hardik Pate) આપી હતી. પરંતુ આજે મેટ્રોપોલિટન કોર્ટ (Ahmedabad Metro Court Hearing) દ્વારા તે અરજીને ફગાવી દેવામાં આવી છે.
2જી મેએ તમામ આરોપીઓને હાજર રહેવા કોર્ટે કરી તાકીદ આ પણ વાંચોઃ Hardik Patel Statement: હાર્દિક પટેલે પક્ષ બદલવાની વાતો વચ્ચે આપ્યું ચોંકાવનારું નિવેદન, કઈ કહી વાત જાણો
187 કેસ પડતર- અત્રે એ નોંધનીય છે કે અનામત આંદોલન વખતે નોંધાયેલા 900 કેસમાંથી હજુ 187 કેસ પડતર છે. વર્ષ 2015માં ચાલેલા પાટીદાર અનામત આંદોલન મામલામાં થોડા સમય પહેલાં એક મોટા ખબર સામે આવ્યાં હતાં. પાટીદાર સમાજને 10 ટકા અનામતની માગણીઓને લઇને ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું. જેમાં હિંસાના બનાવો પણ બન્યાં હતાં. જેને લઇને પોલીસે (Patidar Anamat Andolan Cases) ઠેકઠેકાણે કેસદાખલ કર્યાં હતાં. જેમાંથી રાજ્ય સરકારે પાટીદાર આંદોલનમાં થયેલા 10 કેસ પરત (Patidar Anamat Andolan Cases Withdraw )ખેચી લીધાં હતાં. આ પરત ખેંચાયેલા કેસમાં પાટીદાર નેતા ગીતા પટેલને પણ રાહત મળી હતી.
ક્યાં ક્યાં નોંધાયાં હતાં કેસ-અમદાવાદ શહેરના નરોડા, રામોલ, બાપુનગર, ક્રાઈમ બ્રાંચ, અમદાવાદ રેલવેે,સાબરમતી ,નવરંગપુરા, શહેર કોટડામાં 1-1 કેસ પાટીદાર યુવકો સામે કેેસ (Patidar Anamat Andolan Cases) નોંધાયેલા છે. આ મહિનામાં બીજા ત્રણ કેસોને પરત ખેચવા સુનાવણી હાથ ધરાવાની હતી. સેશન્સ કોર્ટમાંથી 7 કેસ જ્યારે મેટ્રોપોલિટન (Ahmedabad Metro Court Hearing) કોર્ટમાંથી 3 કેસ પરત (Patidar Anamat Andolan Cases Withdraw )ખેચાયાં હતાં.