નવી દિલ્હી: અતીક અહેમદ અને અશરફની હત્યા સહિત યુપીમાં 2017 થી અત્યાર સુધીમાં થયેલા 183 એન્કાઉન્ટરોની નિષ્પક્ષ તપાસની માંગ કરતી પીઆઈએલ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. એક વકીલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં આ કેસોની તપાસ માટે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જજની અધ્યક્ષતામાં સ્વતંત્ર નિષ્ણાત સમિતિની રચના કરવાની માંગ કરવામાં આવી છે. આ અરજી સુપ્રીમ કોર્ટના વકીલ દ્વારા દાખલ કરવામાં આવી છે. વકીલે ઉત્તર પ્રદેશના વિશેષ પોલીસ મહાનિર્દેશક (કાયદો અને વ્યવસ્થા)ના નિવેદનને ટાંકીને આ અરજી દાખલ કરી છે. જેમાં પોલીસ કસ્ટડીમાં હત્યા કેવી રીતે થઈ એની વિગત પણ માંગવામાં આવી છે.
આ પણ વાંચોઃAtiq and Ashraf: અતીક અને અશરફને દફનાવવામાં આવ્યા
પોલીસની હાજરીમાં બંનેને ગોળી મારીઃ ગેંગસ્ટરમાંથી રાજકારણી બનેલા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફને પોલીસની હાજરીમાં પ્રયાગરાજની હોસ્પિટલમાં લઈ જવામાં આવતાં ગોળી મારી દેવામાં આવી હતી. આ અંગે એડવોકેટ વિશાલ તિવારીએ પીઆઈએલ દાખલ કરી છે. તેમણે 2017 થી અત્યાર સુધી 183 એન્કાઉન્ટરની તપાસ કરવા માટે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જજની અધ્યક્ષતામાં એક સ્વતંત્ર નિષ્ણાત સમિતિની રચના કરવાની માંગ કરી છે. એડવોકેટે 2017 પછી 183 એન્કાઉન્ટર અંગે ઉત્તર પ્રદેશના વરિષ્ઠ પોલીસ અધિકારીના નિવેદનને ટાંક્યું છે. તેણે અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યાની તપાસની પણ માંગ કરી છે. હુમલાખોરોએ પોલીસની હાજરીમાં બંનેને ગોળી મારી દીધી હતી.