દુબઈઃ એશિયા કપ (Asia Cup 2022)ની શરૂઆત બાદ આજે ભારત-પાકિસ્તાન મેચ (Playing XI in India Pakistan Cricket Match ) રમાઈ રહી છે. એશિયા કપની પોતાની પ્રથમ મેચમાં ભારતે પાકિસ્તાન સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પાકિસ્તાન ભારત સામે 147 રનમાં ઓલઆઉટ થયું, છેલ્લી 2 ઓવરમાં 23 રન બનાવ્યા. ભુવનેશ્વર કુમારે પણ આગલા બોલ પર ડેબ્યૂ કરી રહેલા નસીમ શાહને આઉટ કર્યો હતો. નસીમ શાહ ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. ભુવનેશ્વર કુમારે ચાર ઓવરમાં 26 રન આપીને ચાર વિકેટ લીધી હતી.
પાકિસ્તાનનો રિવ્યૂ ખોટોપાકિસ્તાનની સમીક્ષા વ્યર્થ ગઈ છે. શાહનવાઝ દહાનીના બોલ પર રવિન્દ્ર જાડેજા સામે કેચ બેહાઈન્ડની અપીલ થઈ હતી, જે બાદ પાકિસ્તાને રિવ્યુ લીધો હતો. જો કે, રિપ્લેમાં સ્પષ્ટ દેખાતું હતું કે બોલ બેટ કે ગ્લોવ પર અથડાયો નથી.
ભારતનો સ્કોર- 83/3:13 ઓવરની રમત પૂરી થઈ ગઈ છે. આ દરમિયાન ભારતે 3 વિકેટે 83 રન બનાવ્યા છે. રવિન્દ્ર જાડેજા 16 અને સૂર્યકુમાર યાદવ 15 રન બનાવીને રમી રહ્યા છે. ભારતને હવે જીતવા માટે 42 બોલમાં 65 રનની જરૂર છે.
આ પણ વાંચો:ભારતીય ટીમ માટે સારા સમાચાર, મુખ્ય કોચ દ્રવિડ કોવિડમાંથી
પાકિસ્તાનને (India Pakistan Asia Cup 2022) બીજો ફટકો ફખર ઝમાન (10)ના રૂપમાં લાગ્યો હતો, તે અવેશ ખાનની બોલમાં વિકેટકીપર દિનેશ કાર્તિકના હાથે કેચ આઉટ થયો હતો. પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ 10 રન બનાવીને આઉટ થયો હતો. તે અર્શદીપ સિંહે ભુવનેશ્વર કુમારના હાથે કેચ આઉટ થયો હતો.