ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સુરતના દરેક ચાર રસ્તે જોવા મળશે પ્લાસ્ટિક વેસ્ટના સ્ટેચ્યુ

કોઈ ચાર રસ્તા પર પ્લાસ્ટીકના કચરામાંથી ઘોડા મૂકવામાં આવ્યા છે તો ક્યાક સિંહ તો ક્યાક રાક્ષસ મૂકવામાં આવ્યો છે. લોકો નગરપાલિરકાના આ કામના ખૂબ જ વખાણ કરી રહ્યા છે.

surat
સુરતના દરેક ચાર રસ્તે જોવા મળશે પ્લાસ્ટિકના કચરાના સ્ટેચ્યુ

By

Published : Aug 8, 2021, 4:37 PM IST

  • સુરત મનપાની અનોખી કામગીરી
  • પ્લાસ્ટીકના કચરામાંથી બનાવવામાં આવે છે સ્ટેચ્યુ
  • કલાકારો અને વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવે છે સ્ટેચ્યુ

દિલ્હી : ગુજરાતના સુરતમાં જ્યારે તમે જ્યારે જશો ત્યારે દરેક ચાર રસ્તે તમને મોટા મોટા સ્ટેચ્યુ જોવા મળશે. કોઈ ચાર રસ્તે રાક્ષસ તો કોઈ જગ્યાએ ઘોડાનું સ્ટેચ્યુ જોવા મળશે. આ સ્ટેચ્યુને સિમેન્ટ કે માટીથી નહીં પણ પ્લાસ્ટીકથી બનાવવામાં આવી છે. આજે આપણા દેશમાં પ્લાસ્ટીક મોટી સમસ્યા બની ગઈ છે. પ્લાસ્ટીકના કચરાનો નિકાલ કેવી રીતે કરવો તેનો નક્ક ઉપાય મળ્યો નથી. પણ સુરત મનપાએ તેનો રસ્તો શોધી લીધો છે. સુરત મનપા પ્લાસ્ટીકના કચરા દ્વારા સ્ટેચ્યુ બનાવવામાં આવી છે. સુરતમાં આવા સ્ટચ્યુ દરેક ચાર રસ્તે જોવા મળશે.

સુરતના દરેક ચાર રસ્તે જોવા મળશે પ્લાસ્ટિકના કચરાના સ્ટેચ્યુ

આ પણ વાંચો: મેઘરાજાની પધરામણી થતાં જ ખેડૂતોમાં ખુશીનો માહોલ

કચરામાંથી સ્ટેચ્યુ

કોઈ ચાર રસ્તે કચરામાંથી ઘોડો બનાવવામાં આવ્યા છે તો ક્યાક સિંહ કોઈ જગ્યાએ સિંહ મૂકવામાં આવ્યા છે. આ કામ માટે લોકો સુરત મનપાના વખાણ કરી રહ્યા છે.કચરાનો કેવી રીતે નાશ કરવો છે તે સુરત મનપા પાસે શીખવું જોઈએ. સુરતના કમીશ્નર બંછાનિધી પાનીએ જણાવ્યું કે લોકો પ્લાસ્ટીકનો કચરો ફેકિ દે છે તેને ભેગો કરવામાં આવે છે અને તેમાથી સ્ટચ્યુ બનાવવામાં આવે છે. આ સ્ટચ્યુ બનાવવા માટે વિવધ કલાકારો અને યુવાઓની મદદ લેવામાં આવી છે. હજી સુધી 58 સ્ટેચ્યુ બનાવવામાં આવી છે.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details