બેઈજિંગઃચીનમાં એક મોટી પ્લેન દુર્ધટના થઈ (plane crash in China) છે. ચીનનું બોઈંગ 737 એરક્રાફ્ટ ક્રેશ થયું છે. અકસ્માત સમયે બોઇંગ 737માં કુલ 132 મુસાફરો સવાર (Plane carrying 133 crashes in China) હતા. ચીનના નાગરિક ઉડ્ડયનએ અકસ્માતની પુષ્ટિ કરી છે. એવું કહેવામાં આવ્યું છે કે, વિમાનમાં 123 મુસાફરો અને 9 ક્રૂ મેમ્બર હતા. આ દુર્ઘટનામાં કેટલા લોકો બચી ગયા કે, કેટલા લોકોના મોત થયા તેની માહિતી હાલ બહાર આવી નથી. જે પ્લેન ક્રેશ થયું તે ચીનની ચાઈના ઈસ્ટર્ન એરલાઈન્સનું છે.
આ પણ વાંચો:Gujarat Weather Report : હિટ વેવની આગાહી વચ્ચે રાહતના સમાચાર, આજે રાજ્યમાં નહીં વધે ગરમી
દુર્ઘટના ગુઆંગસી વિસ્તારમાં બની:ચીનનું બોઈંગ 737 કુનમિંગથી (Boeing 737 aircraft) ગુઆંગઝૂ જઈ રહ્યું હતું. આ દુર્ઘટના ગુઆંગસી વિસ્તારમાં બની હતી. જેના કારણે ત્યાંના પહાડોમાં પણ આગની જ્વાળાઓ દેખાતી હતી. MU 5735 પ્લેને દક્ષિણ પશ્ચિમ ચીનના યુનાન પ્રાંતના કુનમિંગ શહેરના ચાંગશુઈ એરપોર્ટ પરથી સવારે 1.15 કલાકે ઉડાન ભરી હતી. તે 3 વાગ્યા સુધીમાં ગ્વાંગડોંગ પ્રાંતના ગ્વાંગઝોઉ પહોંચવાનું હતું, પરંતુ તે પહેલા જ અકસ્માત થયો હતો.