- પાકિસ્તાનમાં સરકાર વિરુદ્ધ પ્રદર્શન
- પ્રદર્શનકારીઓના હાથમાં જોવા મળ્યા મોદીના પોસ્ટર
- જીએમ સૈયદની 117મી જયંતી પર આયોજીત એક વિશાળ રેલીનું આયોજન કરાયું
સન્ન: પાકિસ્તાનમાં જીએમ સૈયદની 117મી જયંતી પર આયોજીત એક વિશાળ રેલીમાં પ્રદર્શનકર્તાઓએ સિંધુદેશની આઝાદી માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય વૈશ્વિક નેતાઓના પોસ્ટર હાથમાં લઈને પ્રદર્શન કર્યું હતું. પાકિસ્તાનના સિંધ પ્રાંતના જમશેરો જિલ્લામાં સૈયદના ગૃહનગરમાં રવિવારના રોજ આયોજીત વિશાળ રેલી દરમ્યાન લોકોએ આઝાદીના સમર્થનમાં નારા લગાવ્યાં હતા.
પ્રદર્શનકારીઓનો દાવો...
તેમણે દાવો કર્યો છે કે સિંધ, સિંધુ ઘાટી સભ્યતા અને વૈદિક ધર્મનું ધર છે જેને બ્રિટીશ સામ્રાજ્ય દ્વારા ગેરકાયદેસર કબ્જે કરાયું હતું અને તેમના દ્વારા 1947માં પાકિસ્તાનના ખરાબ ઈસ્લામી હાથોમાં સોંપી દીધું હતું. હૃદયદ્રાવક હુમલાઓ વચ્ચે સિંધે ઈતિહાસ, સંસ્કૃતિ, સ્વતંત્રતા, સહિષ્ણુતા અને સભાન સમાજના રૂપમાં પોતાની આગવી ઐતિહાસિક અને સાંસ્કૃતિક ઓળખાણ બનાવી રાખી છે.