સાન ફ્રાન્સિસ્કો (યુએસએ): કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પિયુષ ગોયલ (Piyush Goyal arrives in San Francisco on US visit) સોમવારે 6 દિવસની યુએસ મુલાકાતે સાન ફ્રાન્સિસ્કો પહોંચ્યા છે. તેમની મુલાકાત દરમિયાન તેઓ લોસ એન્જલસમાં ભારત-યુએસ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમ સમિટ અને ઈન્ડો-પેસિફિક ફ્રેમવર્ક ફોર ઈકોનોમિક પ્રોસ્પેરિટી (IPEF) પ્રધાન સ્તરની બેઠકમાં (IPEF will participate in the ministerial ભાગ લેશે. આ બેઠક 8 અને 9 સપ્ટેમ્બરે યોજાશે. સાન ફ્રાન્સિસ્કો પહોંચીને પીયૂષ ગોયલે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલે સાન ફ્રાન્સિસ્કોમાં ગદર મેમોરિયલની પણ મુલાકાત લીધી હતી.
અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધો થઈ રહ્યા છે સારા :આગામી બે દિવસ સુધી અહીં વિવિધ ઉદ્યોગો સાથે સંકળાયેલી કંપનીઓના માલિકો સાથે ચર્ચા કરવામાં આવશે. અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધો સારા થઈ રહ્યા છે. બંને દેશો વચ્ચે સારો તાલમેલ છે. ઈન્ડો-પેસિફિક ઈકોનોમિક ફ્રેમવર્કની બે દિવસીય પ્રધાન સ્તરીય બેઠક છે, જેમાં યુ.એસ., ભારત, જાપાન, ઈન્ડોનેશિયા અને ઈન્ડો-પેસિફિક નજીક સ્થિત મિત્ર દેશોના પ્રધાનો વચ્ચે નવી આર્થિક જૂથની બેઠક જોવા મળશે. તેમણે કહ્યું કે, ઈન્ડો-પેસિફિક નજીક સ્થિત મિત્ર દેશો વચ્ચે એક નવું આર્થિક જૂથ બનાવવું જોઈએ.
પારદર્શિતા સાથે કરવા માગે છે વેપાર :જે દેશો સમાન દ્રષ્ટિ ધરાવે છે અને જેઓ લોકશાહી, માનવાધિકારના મૂલ્યો સાથે વેપાર કરવા માગે છે અને જેઓ પારદર્શિતા સાથે વેપાર કરવા માગે છે અને તેમની સાથે સારા સંબંધો ધરાવે છે, તેથી આ જૂથની રચના કરવામાં આવી રહી છે. વાણિજ્ય મંત્રાલય દ્વારા શુક્રવારે જારી કરાયેલા એક સત્તાવાર નિવેદન અનુસાર, તેઓ બંને દેશો વચ્ચે ભાગીદારી વધારવા અને વેપાર અને આર્થિક સંબંધોને મજબૂત કરવા માટે આ મુલાકાત દરમિયાન અમેરિકાના અગ્રણી ઉદ્યોગપતિઓ, અધિકારીઓ અને ઉદ્યોગના નેતાઓ સાથે પણ મુલાકાત કરશે. વાણિજ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, આ મુલાકાત ભારતને રોકાણના સૌથી પસંદગીના સ્થળ તરીકે રજૂ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
IPEF સભ્ય દેશોના સમકક્ષો સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરશે :ગોયલ IPEF પ્રધાન સ્તરની બેઠકની બાજુમાં યુએસ વેપાર પ્રતિનિધિ કેથરીન તાઈ અને યુએસ કોમર્સ સેક્રેટરી જીના એમ રેમોન્ડોને પણ મળશે. મંત્રાલયની બેઠકમાં વેપાર, સપ્લાય ચેઈન, સ્વચ્છ અર્થતંત્ર અને સંચાલન અર્થતંત્ર સાથે સંબંધિત ચાર સ્તંભો પર ચર્ચા કરવામાં આવશે. નિવેદન અનુસાર, ગોયલ આ સમયગાળા દરમિયાન IPEF સભ્ય દેશોના સમકક્ષો સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરશે. IPEFના 14 સભ્ય દેશોમાં ઓસ્ટ્રેલિયા, બ્રુનેઈ, ફિજી, ભારત, ઈન્ડોનેશિયા, જાપાન, દક્ષિણ કોરિયા, મલેશિયા, ન્યુઝીલેન્ડ, ફિલિપાઈન્સ, સિંગાપોર, થાઈલેન્ડ, વિયેતનામ અને અમેરિકાનો સમાવેશ થાય છે.