નવી દિલ્હીઃ યુનિફોર્મ ડ્રેસ કોડ માટે (karnataka Hijab Controversy) સુપ્રીમ કોર્ટમાં એક જાહેર હિતની અરજી (PIL in SC) દાખલ કરવામાં આવી છે. હિજાબ વિવાદ સંબંધિત (Hijab controversy continues in Karnataka) અન્ય બાબતોનો ઉલ્લેખ સર્વોચ્ચ અદાલત સમક્ષ ઝડપી ટ્રાયલ માટે કરવામાં આવ્યો હતો, જેણે કર્ણાટક હાઈકોર્ટની 3 સભ્યોની બેંચ સમક્ષ પેન્ડિંગ મામલાની નોંધ લીધી હતી અને કહ્યું હતું કે, તે દરેક નાગરિકના બંધારણીય અધિકારોનું રક્ષણ કરશે. અને યોગ્ય સમયે આ બાબતે સુનાવણી કરશે.
આ પણ વાંચો:Hijab Controversy: SCએ કહ્યું, દરેકના બંધારણીય અધિકારોનું રક્ષણ થશે, યોગ્ય સમયે સુનાવણી કરાશે
શૈક્ષણિક સંસ્થાઓમાં ધાર્મિક વસ્ત્રો પહેરવા પર પ્રતિબંધ
હાઈકોર્ટે તેના વચગાળાના આદેશમાં કર્ણાટક સરકારને શૈક્ષણિક સંસ્થાઓ ખોલવા જણાવ્યું છે. આ સાથે જ કોર્ટે નિર્ણય ન આવે ત્યાં સુધી શૈક્ષણિક સંસ્થાઓમાં વર્ગોમાં કોઈપણ પ્રકારના ધાર્મિક વસ્ત્રો પહેરવા પર પણ પ્રતિબંધ મૂક્યો હતો. એડવોકેટ અશ્વિની ઉપાધ્યાય અને અશ્વિની દુબે મારફત નિખિલ ઉપાધ્યાય દ્વારા દાખલ કરવામાં આવેલી નવી PILમાં કેન્દ્ર સરકારને ન્યાયિક કમિશન અથવા નિષ્ણાત સમિતિની રચના કરવા માટે નિર્દેશ માંગવામાં આવ્યો છે, જે સામાજિક અને આર્થિક ન્યાય, સમાજવાદ, બિનસાંપ્રદાયિકતા અને લોકશાહી, વિદ્યાર્થીઓમાં ભાઈચારો, આદર, એકતા અને રાષ્ટ્રીય અખંડિતતા શીખવવા અને પ્રોત્સાહન આપવાના માર્ગો સૂચવે.