નાસિક: મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાં શનિવારે મોડી સાંજે આકાશમાં રહસ્યમય પ્રકાશ જોવા મળ્યો હતો. આ રહસ્યમય પ્રકાશ ઉપગ્રહ સિવાય બીજું કંઈ ન હતું. વૈજ્ઞાનિકોએ આજે રવિવારે આ વાતની પુષ્ટિ કરી છે. તેનો કેટલોક ભાગ મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં મળી આવ્યો છે. આ ઘટના બાદ લોકોના મનમાં આ લાઈટને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા હતા, કારણ કે જે રીતે સળગતા ટુકડાઓ પડ્યા ( BURNT SATELLITE FOUND IN MAHARASHTRA) તે કોઈને પણ ચોંકાવી દે તેવા હતા.
આ પણ વાંચો :આકાશમાં જોવા મળ્યો રહસ્યમય પ્રકાશ, જૂઓ વીડિયો...
સેટેલાઇટના ટુકડા પડ્યા : મહારાષ્ટ્રના સિંધવાહી તાલુકાના લાડબોરી ગામમાં સેટેલાઇટના કેટલાક ટુકડા પડ્યા હતા. ગામમાં સેટેલાઇટના ઘણા ટુકડાઓ (PIECES OF BURNT SATELLITE ) મળી આવ્યા હતા. તપાસનીશ ટીમે આ ટુકડાઓની તપાસ કરી હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, તે કોઈ ઉલ્કા નથી પરંતુ ઉપગ્રહના ટુકડા છે. ખગોળશાસ્ત્રીઓની એક ટીમ અહીં પહોંચી છે અને તેમની પાસેથી આ ટુકડાઓ એકત્ર કરી રહી છે.