- વિમાનના આકારનું 'PIA' લખેલો એક ફૂગો મળી આવ્યો હતો
- અગાઉ પણ હીરાનગર સેક્ટરના સીમાવર્તી ગામમાં ફૂગો મળી આવ્યો હતો
- પાકિસ્તાનમાં સરકારી વહાણો પર PIA લખાયેલું છે
જમ્મુ કાશ્મીર: જમ્મુના કાનાચક વિસ્તારમાં સોમવારે વિમાનના આકારનું 'PIA' લખેલો એક ફૂગો મળી આવ્યો હતો. આ પહેલા 16 માર્ચે જમ્મુના ભાલવાલ વિસ્તારમાં વિમાન આકારનો એક ફૂગો મળી આવ્યો હતો. આ ફૂગા પર 'PIA' લખેલું હતું. આ અગાઉ હીરાનગર સેક્ટરના સીમાવર્તી ગામમાં સોત્રા ચકમાં PIA લખેલું વિમાન નુમાનો ફૂગો મળી આવ્યો હતો. લોકોની બાતમીના આધારે પોલીસે ફૂગાને કબજે કર્યો હતો. આ માહિતી સમાચાર એજન્સી ANIએ આપી હતી.
આ પણ વાંચો:બારામુલા જિલ્લાના સોપોર ક્ષેત્રમાં આંતકવાદી હુમલો