ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જામિયા કબ્રસ્તાનમાં Photo Journalist Danish Siddiquiનો મૃતદેહ સુપુર્દ-એ-ખાક - પુલિત્ઝર ઇનામ વિજેતા દાનિશ સિદ્દીકીની હત્યા

અફઘાનિસ્તાનમાં મૃત્યુ પામેલા ફોટો જર્નલિસ્ટ દાનિશ સિદ્દીકી (Photo Journalist Danish Siddiqui)ના મૃતદેહની જામિયા મિલ્લિયા ઈસ્લામિયાના કબ્રસ્તાન (Cemetery of Jamia Millia Islamia)માં સુપુર્દ-એ-ખાક (Supurd-e-Khak) કરવામાં આવ્યો હતો. આ અંગે દાનિશના પરિવારે જામિયાના કુલપતિને અપીલ પણ કરી હતી.

જામિયા કબ્રસ્તાનમાં Photo Journalist Danish Siddiquiનો મૃતદેહ સુપુર્દ-એ-ખાક
જામિયા કબ્રસ્તાનમાં Photo Journalist Danish Siddiquiનો મૃતદેહ સુપુર્દ-એ-ખાક

By

Published : Jul 19, 2021, 10:58 AM IST

  • ફોટો જર્નલિસ્ટ દાનિશ સિદ્દીકીનો મૃતદેહ સુપુર્દ-એ-ખાક
  • અફઘાનિસ્તાનમાં કંદહાર સંઘર્ષનું કવરેજ કરતા સમયે દાનિશ સિદ્દીકીની થઈ હતી હત્યા
  • દાનિશ સિદ્દીકીએ વર્ષ 2007માં સ્નાતક શિક્ષણ દિલ્હીની જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટીમાંથી પૂર્ણ કર્યું હતું

નવી દિલ્હીઃ જામિયા મિલિયા ઈસ્લામિયાના કુલપતિ (Chancellor of Jamia Millia Islamia)એ દિવંગત ફોટો જર્નલિસ્ટ દાનિશ સિદ્દીકી (Photo Journalist Danish Siddiqui)ના પરિવારની એ અપીલને સ્વીકારી લીધી છે, જેમાં તેમણે દાનીશના મૃતદેહને જામિયા કબ્રસ્તાન (Jamia Cemetery)માં દફનાવવાનો અનુરોધ કર્યો હતો.

આ પણ વાંચો-પુલિત્ઝર એવોર્ડથી સન્માનિત ભારતીય ફોટો જર્નાલિસ્ટ દાનિશ સિદ્દીકીની અફઘાનિસ્તાનમાં હત્યા

કંદહારમાં કવરેજ દરમિયાન દાનિશની થઈ હતી હત્યા

જામિયા મિલિયા ઈસ્લામિયા (Jamia Millia Islamia) પાસે બનેલા કબ્રસ્તાનમાં વિશેષ રીતે યુનિવર્સિટીના કર્મચારીઓ, તેમના જીવનસાથી, નાના બાળકોના મૃતદેહને સુપુર્દ-એ-ખાક કરાય છે. આપને જણાવી દઈએ કે, ફોટો જર્નલિસ્ટ દાનિશ સિદ્દીકી (Photo Journalist Danish Siddiqui)ની અફઘાનિસ્તાનના કંદહારમાં કવરેજ દરમિયાન હત્યા કરવામાં આવી છે.

આ પણ વાંચો-વિશ્વભરમાં વર્ષ 2020માં કુલ 65 મીડિયાકર્મીઓની હત્યા: પત્રકાર સમૂહ

દાનિશની હત્યાથી સમગ્ર દેશમાં શોકની લહેર છવાઈ

દાનિશની હત્યાના સમાચારથી સંપૂર્ણ દેશમાં શોકની લહેર છવાઈ છે. ખાસ કરીને જામિયા મિલ્લિયા ઈસ્લામિયાના (Jamia Millia Islamia) શિક્ષકો, પ્રોફેસરો અને કુલપતિએ તેની હત્યા અંગે શોક વ્યક્ત કર્યો હતો. દાનિશે જામિયાથી વર્ષ 2007માં એજેકે માસ કમ્યુનિકેશન રિસર્ચ સેન્ટર (AJK Mass Communication Research Center)થી પત્રકારત્વનું (Journalism) શિક્ષણ મેળવ્યું હતું.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details