ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ક્રૂડ ઓઇલની કિંમતને અંકુશમાં લાવવા આંતરરાષ્ટ્રીય સ્તરે 'શીતયુધ્ધ' - ક્રૂડ ઓઇલ

આસમાને ચડેલા આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવને તળિયે લાવવા માટે તથા કાચા તેલના ઉત્પાદનમાં વધારો કરવા માટે OPEC દેશો પર દબાણ લાવવા માટે ભારત-અમેરિકા-જાપાન સહિતના દેશોએ મોરચો ઉપાડયો છે. હાલ ઓર્ગેનાઈઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ (Oragnisation Of Petrolium Exporting Countries) દેશોએ બયાન આપ્યું છે કે આવતા ડિસેમ્બર મહિનાથી પ્રતિદિનના હિસાબે 1 મિલિયન બૈરલ જેટલી માત્રામાં કાચા તેલના ઉત્પાદનમાં વધારો કરશે તેવા વચને બંધાયા છે.

ક્રૂડ ઓઇલની કિંમતને અંકુશમાં લાવવા આંતરરાષ્ટ્રીય સ્તરે 'શીતયુધ્ધ'
ક્રૂડ ઓઇલની કિંમતને અંકુશમાં લાવવા આંતરરાષ્ટ્રીય સ્તરે 'શીતયુધ્ધ'

By

Published : Nov 24, 2021, 1:47 PM IST

  • કાચા તેલના ભાવ ધટાડવા ભારત-અમેરિકા-જાપાન 'ત્રિપુટી' એક સાથે
  • ઈમરજન્સી અનામતમાંથી કાચુ તેલ બહાર કાઢશે ભારત
  • ઓપેક વિરુધ્ધ આંતરરાષ્ટ્રીય દેશોએ ધડી વ્યુહરચના

હૈદરાબાદ: વિશ્વભરમાં ફુગાવાનુ કારણ બનેલ તેલની કિંમતોને ઘટાડવા માટે યુએસ તેના વ્યૂહાત્મક પેટ્રોલિયમ રિઝર્વમાંથી (Petrolium Reserve) 5 કરોડ બેરલ ક્રૂડ ઓઇલ (Petrol price) કાઢશે. વ્હાઇટ હાઉસે (White House) મંગળવારે આપેલ નિવેદનમાં જણાવ્યું હતું કે 50 મિલિયન બેરલમાંથી 3.2 મિલિયન આગામી કેટલાક મહિનામાં રિલીઝ કરવામાં આવશે, જ્યારે 18 મિલિયન બેરલ ઓઇલ ટૂંક સમયમાં રિલીઝ કરવામાં આવશે.

OPECનુ વચન કાચા તેલના ઉત્પાદનમાં વધારો કરાશે

લગભગ શરૂઆતના 7 થી 10 દિવસોની અંદર 50 લાખ બૈરલને ઈમરજન્સી અનામતમાંથી બહાર કઢાશે. વિશ્વ આખા દ્વારા મહાસતા અમેરિકા પાસેથી એવી આશા રખાય છે કે તેના આ નિર્ણયથી આંતરરાષ્ટ્રીય બજારમાં (International Market) કાચા તેલના ભાવમાં સારો એવો ધટાડો નોંધાશે. આંતરરાષ્ટ્રીય બજારમાં (International Market) ક્રૂડ ઓઇલના (Petrol price) ભાવમાં ધટાડો આવવાથી ઓર્ગેનાઈઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ(Oragnisation Of Petrolium Exporting Countries) દેશો પર કાચા તેલના ઉત્પાદનમાં વધારો કરવાનુ દબાણ આવી શકે છે, ત્યારે OPEC દેશોએ બયાન આપ્યું છે કે આવતા ડિસેમ્બર મહિનાથી પ્રતિદિનના હિસાબે 1 મિલિયન બૈરલ જેટલી માત્રામાં કાચા તેલના ઉત્પાદનમાં વધારો કરશે તેવા વચને બંધાયા છે.

ક્રૂડ ઓઈલના મર્યાદિત ઉત્પાદનને કારણે માંગમાં વધારો

ઓર્ગેનાઈઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ(Oragnisation Of Petrolium Exporting Countries) એ ગયા વર્ષે ક્રૂડ ઓઈલના(Petrol price) ભાવમાં તીવ્ર ઘટાડાને પગલે ઉત્પાદનમાં સારો પ્રમાણમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. આ પછી, સમગ્ર વિશ્વમાં તેલના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. નિષ્ણાંતોના મત પ્રમાણે, જ્યારે કોરોના પછી લોકડાઉન સમાપ્ત થયું, ત્યારે માંગમાં સળસળાટ તેજી આવી અને ફેક્ટરીઓને ઉર્જા માટે પેટ્રોલિયમની જરૂર પડી, પરંતુ ક્રૂડ ઓઈલના (Petrol price) મર્યાદિત ઉત્પાદનને કારણે માંગ અને પુરવઠામાં અંતર જોવા મળ્યું હતું. દુનિયાભરમાં પેટ્રોલિયમની માંગ વધવાથી પેટ્રોલ મોંઘુ થયું.

આ પણ વાંચો:વિશ્વના સૌથી મોટા રેમિટન્સ મેળવનાર ભારતને 2021માં $87 બિલિયન ડોલર પ્રાપ્ત થયા : વર્લ્ડ બેંક

ભારત 80 ટકા જેટલુ ક્રૂડ ઓઈલ આયાત કરે છે

લોકડાઉન બાદ ઇંધણના ભાવમાં જબરદસ્ત ઊછાળાની સાથે તેની માંગમાં વધારો થવાને કારણે વિશ્વભરમાં ફુગાવો વધ્યો.જયારે અમેરિકામાં 30વર્ષોમાં આ સૌથી મોટો ફુગાવો છે. વિગતવાર જણાવીએ કે ભારત તેની ક્રૂડ ઓઈલની (Petrol price) માંગના પ્રમાણમાં 80 ટકા જેટલુ આયાત કરે છે. ભારત વિશ્વનો ત્રીજો એવો સૌથી મોટો તેલ વપરાશકાર દેશ છે. જ્યારે હાલ આંતરરાષ્ટ્રીય બજારમાં( International Market)કાચા તેલની કિંમતમાં પ્રતિ બેરલ 10 ડોલરનો વધારો થાય છે, ત્યારે ભારતના જીડીપીમાં 0.4 ટકાનો ઘટડો આવે છે. હાલમાં આંતરરાષ્ટ્રીય બજારમાં (International Market) કાચા તેલની કિંમત 75.78 ડોલર પ્રતિ બેરલ છે.

આ પણ વાંચો:જો બિડેન અને શી જિનપિંગ વચ્ચે ડિજિટલ સમિટ યોજાઈ

ભારત સિવાય 29 સભ્ય દેશો પાસે વ્યૂહાત્મક તેલ ભંડાર

ભારત સિવાય 29 સભ્ય દેશો પાસે વ્યૂહાત્મક તેલ ભંડાર છે. જેમાં અમેરિકા, બ્રિટન, જર્મની, ચીન, જાપાન અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે. આ દેશો 90 દિવસની ચોખ્ખી તેલની આયાત જેટલી અનામત રાખી શકે છે. ત્યાર બાદ ચીન ,યુએસ અને પછી જાપાન તેમની પાસે સૌથી વધુ ઈમરજન્સી તેલનો ભંડાર છે. ભારત પૂર્વ અને પશ્ચિમ કિનારાના સ્થાનો પર ભૂગર્ભ ટાંકીઓમાં લગભગ 38 મિલિયન બેરલ તેલનો સંગ્રહ કરે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારત સરકાર આ સ્ટોક મેંગલોર રિફાઈનરી એન્ડ પેટ્રોકેમિકલ્સ (Menglor Rifinary And Petrochemicals) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન (Hindustan Petrolium Corporation)ને વેચશે. આ બંને રિફાઇનરીઓ પાઇપલાઇન દ્વારા વ્યૂહાત્મક અનામત સાથે જોડાયેલી છે.

ABOUT THE AUTHOR

...view details