ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ફરી આજે પેટ્રોલ અને ડીઝલ થયું મોંઘુ , જાણો શું છે રેટ - અમદાવાદમાં ભાવ વધારો

દેશમાં આજે સોમવારે ફરી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો નોંધાયો છે. એક લિટર પેટ્રોલની કિંમતમાં 30 પૈસાનો વધારો થયો છે, જ્યારે ડીઝલની કિંમતમાં પ્રતિ લીટર 35 પૈસાનો વધારો થયો છે.

ફરી આજે પેટ્રોલ અને ડીઝલ થયું મોંઘુ
ફરી આજે પેટ્રોલ અને ડીઝલ થયું મોંઘુ

By

Published : Oct 11, 2021, 10:00 AM IST

  • પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવોએ લોકોની મુશ્કેલીઓ વધારી
  • છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો
  • આજે પેટ્રોલમાં પ્રતિ લીટરે 30 પૈસા અને ડીઝલમાં 35 પૈસાનો વધારો

નવી દિલ્હી : મોંઘવારીના માર વચ્ચે પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવોએ લોકોની મુશ્કેલીઓ વધારી દીધી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે સોમવારે ફરી વધારો જોવા મી રહ્યો છે. આજે સોમવારે એક લિટર પેટ્રોલની કિંમતમાં 30 પૈસાનો વધારો થયો છે, જ્યારે ડીઝલની કિંમતમાં પ્રતિ લીટર 35 પૈસાનો વધારો થયો છે.

દેશના મોટા મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

  • અમદાવાદ પેટ્રોલની કિંમત 101.86 રૂપિયા અને ડીઝલની કિંમત 100.41 રૂપિયા
  • દિલ્હીમાં પેટ્રોલની કિંમત 104.44 રૂપિયા અને ડીઝલની કિંમત 93.17 રૂપિયા
  • મુંબઈમાં પેટ્રોલની કિંમત 110.41 રૂપિયા અને ડીઝલની કિંમત 101.03 રૂપિયા
  • ચેન્નઈમાં પેટ્રોલની કિંમત 101.79 રૂપિયા અને ડીઝલની કિંમત 97.59 રૂપિયા
  • કોલકાતામાં પેટ્રોલની કિંમત 105.09 રૂપિયા અને ડીઝલની કિંમત 96.28 રૂપિયા

SMS દ્વારા જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત

પેટ્રોલ-ડીઝલના ભાવ સમય-સમયે બદલાતા રહે છે. તમે તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત માત્ર એક SMS દ્વારા જાણી શકો છો. આ માટે તમારે RSP અને તમારો સિટી કોડ એસએમએસમાં મોકલીને 9224992249 નંબર પર મોકલવાનો રહેશે. આ બાદ, તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલનો દર તમારા મોબાઇલ પર આવશે. સિટી કોડ ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ પર ઉપલબ્ધ છે, જો તમે BPCL ના ગ્રાહક હોવ તો તમે RSP લખીને 9223112222 નંબર પર સંદેશ મોકલીને માહિતી મેળવી શકો છો. આ ઉપરાંત, HPCL ના ગ્રાહકો (HP Price) લખીને અને 9222201122 નંબર પર મોકલીને કિંમત જાણી શકે છે.

આ પણ વાંચો:

ABOUT THE AUTHOR

...view details