નવી દિલ્હીઃઆજે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કરવામાં આવ્યા છે. આજે પણ પેટ્રોલ અને ડીઝલના (Petrol Diesel Prices up) ભાવમાં વધારો થયો છે. બુધવાર માટે પેટ્રોલ અને ડીઝલના નવા દરો જાહેર કરતી વખત, IOCL એ ડીઝલના ભાવમાં લગભગ 80 પૈસાનો વધારો કર્યો છે, જ્યારે પેટ્રોલની કિંમતમાં પણ લગભગ 80 પૈસાનો વધારો થયો છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આજે પેટ્રોલની કિંમત 80 પૈસા વધીને 97.01 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે, જ્યારે ડીઝલ 80 પૈસા વધીને 88.27 રૂપિયા પ્રતિ લિટર થઈ રહ્યું છે.
આ પણ વાંચો:Petrol and Diesel Price : ભાવ ફરી વધ્યો, મોંઘવારીને કારણે લોકો પરેશાન
પેટ્રોલની કિંમત 80 પૈસા વધીને 97.80 :ઉત્તર પ્રદેશમાં પેટ્રોલની (Petrol Diesel Prices up) કિંમતમાં 80 પૈસાના વધારા સાથે 97.09 રૂપિયા પ્રતિ લીટર છે, જ્યારે ડીઝલ 80 પૈસાના વધારા સાથે 88.61 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. હરિયાણામાં પેટ્રોલની કિંમત 80 પૈસા વધીને 97.80 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે, જ્યારે તે 80 પૈસાના વધારા સાથે 89.01 રૂપિયા પ્રતિ લિટરે વેચાઈ રહી છે, જ્યારે રાજસ્થાનમાં પેટ્રોલની કિંમતમાં 88 પૈસાનો વધારો થયો છે, અહીં કિંમત પેટ્રોલ રૂપિયા 109.57 પ્રતિ લિટરની કિંમતે મળી રહ્યું છે, જ્યારે ડીઝલ 81 પૈસાના વધારા સાથે રૂ. 93.01 પ્રતિ લિટરે વેચાઈ રહ્યું છે.
મુંબઈમાં પેટ્રોલની કિંમત 85 પૈસા વધીને 111.67 : બીજી તરફ દેશના અન્ય ત્રણ મહાનગરોની વાત કરીએ તો મુંબઈમાં પેટ્રોલની (Petrol Diesel Prices up) કિંમત 85 પૈસા વધીને 111.67 રૂપિયા પ્રતિ લિટર થઈ રહી છે, જ્યારે ડીઝલમાં 85 પૈસા પ્રતિ લિટરનો વધારો થયો છે, અહીં ડીઝલ 95.85 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. ચેન્નાઈમાં પેટ્રોલ 75 પૈસાના વધારા સાથે 102.91 રૂપિયા પ્રતિ લિટરે વેચાઈ રહ્યું છે, જ્યારે ડીઝલ પણ 76 પૈસાના વધારા સાથે 92.95 રૂપિયા પ્રતિ લિટરે વેચાઈ રહ્યું છે. કોલકાતાની વાત કરીએ તો પેટ્રોલ 83 પૈસાના વધારા સાથે 106.34 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે, જ્યારે ડીઝલ 80 પૈસાના વધારા સાથે 91.42 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યું છે.
આ પણ વાંચો:આજે ફરી એક વાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો
ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો :સોમવારે જ બલ્ક ગ્રાહકો માટે ડીઝલના ભાવમાં 25 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, પેટ્રોલ અને ડીઝલ સિવાય ઘરેલુ LPG સિલિન્ડરની કિંમતોમાં પણ વધારો કરવામાં આવ્યો છે. ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં પ્રતિ સિલિન્ડર 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય રાજધાનીમાં, 14.2 કિલોના બિન-સબસિડીવાળા LPG સિલિન્ડરની કિંમત હવે 949.50 રૂપિયા થશે. ઓક્ટોબરની શરૂઆત પછી LPGના દરમાં આ પ્રથમ વધારો છે.