નવી દિલ્હીઃ આજનો દિવસ લોકો માટે રાહતનો દિવસ છે. IOCL (Indian Oil Corporation Limited) એ પેટ્રોલ અને ડીઝલના (Petrol Diesel Price) નવા દરો (પેટ્રોલ ડીઝલનો આજે ભાવ) જાહેર કર્યા છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે કોઈ વધારો થયો નથી. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં અત્યાર સુધીમાં 6.40 પૈસાનો વધારો થયો છે. આજે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 101.81 રૂપિયા પ્રતિ લીટર છે, જ્યારે ડીઝલ 93.07 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે.
આ પણ વાંચો:Petrol Diesel Price : પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી ભડકો, હવે કેટલું મોંઘું થયું, જાણો
ઉત્તર પ્રદેશમાં પેટ્રોલ 101.86 રૂપિયા પ્રતિ લીટર :બીજી તરફ પાડોશી રાજ્યોની વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં પેટ્રોલ 101.86 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે, જ્યારે ડીઝલ 93.40 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. હરિયાણામાં પેટ્રોલ 102.56 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે, જ્યારે ડીઝલ 93.79 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે, જ્યારે રાજસ્થાનમાં પેટ્રોલ 114.81 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે, જ્યારે ડીઝલ 97.88 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે.